fbpx
અમરેલી

વડીયા તાલુકાના બાંભણીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૯૧,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૩૧/૦૭/૨૦૨૦ ના રોજ વડીયા તાલુકાના બાંભણીયા ગામે આવેલ કૈલાસધામ આશ્રમ પાસે જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૮ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી વડીયા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

💫 જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
1️⃣ અશોકભાઇ ખોડાભાઇ કાથરોટીયા, ઉ.વ. ૪૨, રહે.સરદારપુર, તા.ભેસાણ, જિ.જુનાગઢ
2️⃣ જયરાજભાઇ મંગળુભાઇ ખુમાણ, ઉ.વ. ૩૮, રહે. ધુળસીયા, તા.લાઠી, જિ.અમરેલી
3️⃣ ઇમરાનભાઇ ઇકલાબભાઇ મકવાણા, ઉ.વ. ૩૪, રહે.ઉજળા, તા.વડીયા, જિ.અમરેલી.
4️⃣ ભીખુભાઇ કેસુભાઇ ચૌહાણ, ઉ.વ. ૪૯, રહે.વાડાસડા, તા.જેતપુર, જિ.રાજકોટ
5️⃣ જયરાજભાઇ વજુભાઇ ચૌહાણ ઉ.વ. ૪૭, રહે.નાની ખીલોરી, તા.ગોંડલ, જિ.રાજકોટ
6️⃣ ભરતભાઇ બાવજીભાઇ ગોર, ઉ.વ. ૪૮, રહે.દેરડી, તા.ગોંડલ, જિ.રાજકોટ
7️⃣ નજુભાઇ દડુભાઇ ખુમાણ, ઉ.વ. ૪૭, રહે.લુવારીયા, તા.લાઠી, જિ. અમરેલી
8️⃣ વિપુલભાઇ નંદલાલભાઇ પરમાર, ઉ.વ. ૩૨, રહે.લાઠી, તા.લાઠી, જિ.અમરેલી

💫 પકડાયેલ મુદામાલઃ-
રોકડા રૂ.૭૫,૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬, કિં.રૂ.૧૬,૫૦૦/- તથા ગંજી-પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૯૧,૫૫૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts