fbpx
અમરેલી

અમરેલીની જાણીતી સંસ્થા તેજસ્વી વિમેન્સ કલબ દ્વારા વિનામૂલ્યે ઉકાળો અને માસ્ક વિતરણ કરવા માં આવ્યું.

કોરોનાએ અમરેલી જિલ્લામાં કાળો કેર વર્તાવ્યો છે. અમરેલી શહેર તેમજ જિલ્લાના લગભગ તમામ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં છેવાડા ના ગામ સુધી કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે ત્યારે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઇમ્યુનિટી ડોઝ ફાયદાકારક રહે છે. તેના અનુસંધાને અમરેલીની જાણીતી સંસ્થા તેજસ્વીની વિમેન્સ કલબ કે જે બહેનો માટે છેલ્લા અનેક વર્ષોથી અમરેલી જિલ્લામાં વિવિધ સમાજલક્ષી કાર્યક્રમો આપવામાં આવે છે, તે અન્વયે કોરોના મહામારીને ધ્યાન માં રાખીને પ્રમુખ આશાબેન દવે તથા તેની ટિમ દ્વારા શહેરના નાગનાથ મહાદેવ ખાતે નગરજનો માટે વિનામૂલ્યે ઉકળાં અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા પહેલા નાગનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને બીલીપત્ર અને ગુલાબ મહાદેવને અર્પણ કરીને કોરોનાની મહામારી માંથી જલ્દી મુક્તિ મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જેમાં પરેશભાઈ ધાનાણી ઉપરાંત ડો.બી.જે.કાનાબાર, જે.પી. સોજીત્રા, ડો.ચંદ્રશ ખુંટ અને રોહિત  જીવાણી હાજર રહ્યા હતા. જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહેનોની ટિમ આશાબેન દવે સાથે નિકિતા મહેતા,બીનાબેન ત્રિવેદી,અવની મેહતા,મલ્લિકા ડોડીયા,ભક્તિ કોટેચા,તૃપ્તિ પટેલ વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts