fbpx
અમરેલી

અમરેલી 2.5, ખાંભા 5, સાવરકુંડલા 4,જાફરાબાદ 4,ધારી 2.5, બગસરા 5 , બાબરા 2,રાજુલા 3,લાઠી 1.5, લીલીયા અડધો ઇંચ વરસાદ

ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં વરુણદેવની કૃપા ખૂબ સરસ રહી છે. અમરેલી જિલ્લો ખેતી પર નભતો જિલ્લો છે ત્યારે ખેડૂતોએ ચાલુ સાલ મુખત્વે  કપાસ અને મગફળીનું મબલખ વાવેતર કર્યું છે ત્યારે વાવણી બાદ જ્યારે વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ આવ્યો છે. આજ સવારેથી અમરેલી શહેર ઉપરાંત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે 1 થી 5 ઈંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે સમયસર વરસાદનું આગમન થતા ખેડુતો ખુશખુશાલ થઈ ગયા છે. અમરેલી જિલ્લામાં આજે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો.અમરેલી : 2.5 ઈંચ,
ખાંભા : 5 ઈંચ, જાફરાબાદ : 4 ઈંચ, ધારી : 2.5 ઈંચ, બગસરા : 5 ઈંચ, બાબરા : 2 ઈંચ, રાજુલા : 3 ઈંચ, લાઠી : 1.5 ઈંચ, લીલીયા અડધો ઇંચ તેમજ સાવરકુંડલા : 4 ઈંચ. હાલ સમગ્ર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

Follow Me:

Related Posts