fbpx
અમરેલી

ડો . ભરત કાનાબાર અને પી . પી . સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત અમરેલી જીલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ માં જન્મદિને ૬૫૦૦૦ માસ્કનું લોકોમાં વિતરણ કરાયું

ડો . ભરત કાનાબાર અને પી . પી . સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત અમરેલી જીલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ માં જન્મદિને ૬૫૦૦૦ માસ્કનું લોકોમાં વિતરણ કરાયુંજીલ્લામાં અમરેલી શહેર , લાઠી , બાબરા , બગસરા , ધારી , ચલાલા તથા સાવરકુંડલામાં મારું વિતરણ કરાયું જી.ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા , પૂર્વ ધારાસભ્યો – વી . વી . વઘાસિયા , જે.વી. કાકડીયા , મનસુખભાઈ ભુવા , સંજયભાઈ ધાણક , વાલજીભાઈ ખોખરીયાની ઉપસ્થિતિતા . ૨ જી ઓગસ્ટના રવિવારે અમરેલી જીલ્લામાં અલગ અલગ સ્થળોએ , ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬ પ જન્મદિન નિમિતે ૫000 માસ્કનું લોકોમાં વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું . ડો . ભરત કાનાબાર અને પી . પી . સોજીત્રાની કોરોના વોરીયર્સ ટીમ દ્વારા આયોજીત કાર્યક્રમોમાં જીલ્લા ભાજપના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા . આ ઉપરાંત અમરેલી સીવીલ હોસ્પીટલના કોરોના વોર્ડમાં કામ કરતાં ૬૫ જેટલા પેરામેડીકલ સ્ટાફને આ પ્રસંગે વરાળથી નાસ લેવા માટેના સ્ટીમ ઈનહેલર ભેટ અપાયા હતાં . આ ઉપરાંત જીલ્લામાં અમરેલી , લાઠી અને ચાવંડ ખાતે બ્લડ ડોનેશનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું . બાબરા તાલુકાના ગળ કોટડી ખાતેની હાઈસ્કૂલમાં તથા બગસરા શહેરની મેઘાણી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ . સવારે ૮ વાગે અમરેલી શહેરના રાજકમલ ચોકમાં માસ્કના વિતરણ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી . અમરેલી શહેર ખાતેના માસ્ક વિતરણ કાર્યક્રમમાં અમરેલી ચેમ્બરના અગ્રગણ્ય વેપારીઓ – યોગેશભાઈ કોટેચા , હરેશભાઈ સાદરાણી , જયેશભાઈ ટાંક , ચેતનભાઈ રાવળ , કમલેશભાઈ ગરાણીયા , ( ભાર્ગવ કારીયા , શનિ ધાનાણી , ડી.જી. મહેતા , વિપુલભાઈ ભટ્ટી , દિપકભાઈ વઘાસીયા , અલ્પેશભાઈ અગ્રાવત , મિશ્રાજી ( માસ્તર ) , પંકજભાઈ વિગેરે કાર્યકર્તાઓ જોડાયા હતાં . લાઠી ખાતેના માસ્ક વિતરણમાં ડો . ભરત કાનાબાર , પી . પી . સોજીત્રા ઉપરાંત મયુરભાઈ હીરપરા , અનિલભાઈ નાંઢા , રાજુભાઈ ભુવા , પ્રણવભાઈ જોષી , દામજીભાઈ ડાયાણી , શૌલેષભાઈ રાઠોડ , ભરતભાઈ ડેર , હરેશભાઈ પઢીયાર , રીટાબેન ભટ્ટ , વિનુભાઈ કોટડીયા , ધર્મેશભાઈ સોની , ઘનશ્યામભાઈ સાવલીયા , કેશભાઈ મકવાણા , મહેશભાઈ કોટડીયા , રાજુભાઈ મોતીસરીયા , ચેતનભાઈ મકવાણા , નરેશભાઈ કનાળા , દિનેશભાઈ મકવાણા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતાં . ત્યારબાદ , મયુરભાઈ હીરપરા અને ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયાએ મગનભાઈ કાનાણી , વાલજીભાઈ મેવાડા , શાંતિલાલ દેવાણી સાથે સભાડીયા , હાઉતડ , આસોદર , ઈંગોરાળા અને માલવીયા પીપરીયાનો પ્રવાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં માસ્કનું વિતરણ કર્યુ હતું . બાબરા ખાતેના માસ્ક વિતરણમાં ડો . ભરત કાનાબાર અને પી . પી . સોજીત્રા ઉપરાંત પૂર્વ ધારાસભ્યશ્રી વાલજીભાઈ ખોખરીયા , તા . ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ , શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા , જી . પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ બસીયા , પૂર્વ શહેર પ્રમુખ લલિતભાઈ આંબલીયા , વસંત તેરૈયા , રાજુભાઈ વીરોજા , બીપીનભાઈ રાદડીયા , અલ્તાફભાઈ નથવાણી , દીપકભાઈ કનૈયા , ભુપતભાઈ બસીયા , દેવશીભાઈ મારૂ , અંકુરભાઈ જસાણી , કીરીટભાઈ પરવાડીયા , કીરીટભાઈ બગડા , રસીકભાઈ મહેક સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં . આ ઉપરાંત બાબરા તાલુકાના ગળકોટડી ગામે , નાનીબેન વામજા પ્રાથમિક શાળામાં વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ડો . ભરત કાનાબાર તથા પી . પી . સોજીત્રાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં મયુરભાઈ હીરપરા , તા , ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ , પેન્દ્રભાઈ બસીયા , તા . ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ કાચેલા , જીવરાજભાઈ લાહર , યુવા ભાજપ અગ્રણી સંદીપભાઈ રાદડીયા તથા શાળાના આચાર્ય ઉપસ્થિત રહયા હતા . બપોરે ૧૨:૩૦ વાગે અમરેલી સીવીલ હોસ્પીટલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં , કમલેશભાઈ ગરાણીયાના આર્થિક સહ્યોગથી , કોવિડ વોર્ડમાં કામ કરતાં ૫ નર્સીગ સ્ટાફ , પેરામેડીકલ સ્ટાફ તથા સેનેટરી વર્કરાનું પાણીની વરાળથી નાસ લેવા માટે સ્ટીમ ઈનહેલર ભેટ આપી સન્માન કરવામાં આવેલ . આ કાર્યક્રમમાં ડો . ભરત કાનાબાર , પી . પી . સોજીત્રા ઉપરાંત ધારી – બગસરાના પૂર્વ ધારાસભ્યશ્રી બાલુભાઈ તંતી , ખાંભા તા . ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ ફીંડોળીયા , સીવીલ હોસ્પીટલ વતી પીટુભાઈ ધાનાણી , કમલેશભાઈ ગરાણીયા , દીપકભાઈ વઘાસીયા , વિપુલભાઈ ભટ્ટી ઉપસ્થિત રહયા હતા . બગસરામાં ગોંડલીયા ચોકમાં કરાયેલ માસ્ક વિતરણમાં છે . ભાજપના પ્રમુખ હીરેનભાઈ હીરપરા , પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયા , સંજયભાઈ ધાણક , જી , ભાજપના મંત્રી રાજુભાઈ ગીડા , નગર પાલિકા ઉપપ્રમુખ નીતેશભાઈ ડોડીયા , મહામંત્રી ભાવેશભાઈ મસરાણી , મનોજભાઈ મહીડા , ધીરૂભાઈ કોટડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં . ધારી ખાતે પ્રેમપરામાં માલધારી સમાજને પૂર્વ ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાની ગ્રાંટમાંથી અપાયેલ કોમ્યુનીટી હોલનું ઉદઘાટન ડો . ભરત કાનાબારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું . એ પ્રસંગ સાથે સાથે માસ્ક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં પૂર્વ ધારાસભ્યો જે.વી. કાકડીયા , મનસુખભાઈ ભુવા ,જી.ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા , પી . પી . સોજીત્રા , જી . ભાજપ મંત્રી હિતેષભાઈ જોષી , ધારી સમાજપ પ્રમુખ જીતુભાઈ જોષી , પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણી , જી . પંચાયતના સદસ્ય ભુપતભાઈ વાળા , સુરેશભાઈ ગમારા તથા માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં . ચલાલાના તીનબતી ચોકમાં કરાયેલ માસ્ક વિતરણમાં જી , ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા , પૂર્વ કૃષિમંત્રીશ્રી વી . વી . વઘાસીયા , પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયા , મનસુખભાઈ ભુવા , ન.પાલિકા પ્રમુખ હિંમતભાઈ દોંગા , પ્રકાશભાઈ કારીયા , ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઈ , કાળુભાઈ ફીંડોળીયા , વેપારી અગ્રણી , મહેન્દ્રભાઈ સાદરાણી , ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા , જીલ્લા સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા . જીલ્લામાં છેલ્લે સાંજે ૫ વાગે સાવરકુંડલા ખાતે રિધ્ધી સિધ્ધી ચોકમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ડો . ભરત કાનાબાર અને પી . પી . સોજીત્રા ઉપરાંત શહેર પ્રમુખ મયુરભાઈ ઠાકર , પૂર્વ પ્રમુખ હેમાંગ ગઢીયા , પૂર્વ ન.પાલિકા પ્રમુખ ડી . કે . પટેલ , રામદેવસિંહ ગોહીલ , મહામંત્રી જયસુખભાઈ નાકરાણી , કેશુભાઈ વાઘેલા , ધર્મેન્દ્ર ચૌહાલ , વિજયસિંહ વાઘેલા , હસુભાઈ ચાવડા , મંજુલાબેન ચિત્રોડા , માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન મહેશભાઈ સુદાણી , રાજુભાઈ નાગ્રેચા , રવીન્દ્ર ધંધુકીયા , જગદિશભાઈ માધવાણી , એ.બી. યાદવ , ભુપતભાઈ પાનસુરીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતાં .
Follow Me:

Related Posts