fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ ૯ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૫૨૨

૧૬ મૃત્યુ૩૩૧ ડિસ્ચાર્જ અને ૧૭૫ સારવાર હેઠળ 

આજે તા. ૫ ઓગસ્ટના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. ધારી આંબલી શેરીના ૭૫ વર્ષીય મહિલા, અમરેલી રૂપમ સીનેમા નજીકના ૪૮ વર્ષીય પુરુષ, અમરેલી લીલાવર ચોકના ૨૫ વર્ષીય યુવક, બગસરા કુંકાવાવ નાકાના ૫૦ વર્ષીય મહિલા, બાબરા જીઆઇડીસીના ૩૭ વર્ષીય પુરુષ, બાબરા તાલુકાના ખીજડીયા કોટડાના ૬૦ વર્ષીય પુરુષ, અમરેલીના પીઠવાજાળના ૪૦ વર્ષીય મહિલા, સાવરકુંડલાના ગાંધીગ્રામ સોસાયટીના ૬૩ વર્ષીય પુરુષ અને અમરેલીના બિનાકા ચોકના ૬૦ વર્ષીય પુરુષ ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૬ મૃત્યુ૩૩૧ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૧૭૫ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૫૨૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.

Follow Me:

Related Posts