fbpx
અમરેલી

મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ

ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છરના કરડવાથી જ આવા રોગો ફેલાઇ છે આથી આ રોગોના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરૂરી છે. જેમાં લોક સહકાર અને લોકજાગૃતિ વધે તે જરૂરી છે. આ બાબતે લોકો દ્વારા પોતાના ઘરના તમામ પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા, અઠવાડીયે એક વખત પાણી ભરેલા વાસણોને ઘસીને સાફ કરી સુકવ્યા બાદ જ ફરીથી ભરવા, ફુલદાની, પક્ષીકુંજ, ફ્રીઝની ટ્રે, કુલરના પાણીનો દર અઠવાડીયે નિકાલ કરવો, ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો, નકામા ભંગારના સામાન, ટાયરો, નાળીયેરની કાચલી વગેરેનો યોગ્ય નિકાલ કરવો, ઘરના ધાબા પર પાણીનો ભરાવો ન થવા દેવો તથા લોકોએ હંમેશા મચ્છરદાનીમાં સુવું, દિવસ દરમ્યાન આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, મચ્છર ન કરડે તેવા ક્રીમનો ઉપયોગ કરો તથા તાવ આવે તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો.

આજ રીતે આપણા ઘરની આજુબાજુમાં પણ સ્વચ્છતા રાખવી એ પણ આપણી પોતાની જવાબદારી અને આપણી નૈતિક ફરજ સમજીને સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts