fbpx
અમરેલી

ગુજકોમાસોલના ચેરમેન , ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતર ફાળવી ખેડૂતોની મુશ્કેલી નિવારી સંઘાણીનો આભાર માનતા ધારી તાલુકા સહકારી અગ્રણી લાલભાઈ નાકરાણી

ગુજકોમાસોલના ચેરમેન , ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતર ફાળવી ખેડૂતોની મુશ્કેલી નિવારી | સંઘાણીનો આભાર માનતા ધારી તાલુકા સહકારી અગ્રણી લાલભાઈ નાકરાણી વાવણી બાદ મોલાતને વૃધ્ધિગત કરવા જરૂરી ખાતર મેળવવા ખેડૂતો આકૂળ વ્યાકૂળ હતા તેવા સમયે દિલીપ સંઘાણી દ્વારા સહકારી માધ્યમથી અમરેલી જીલ્લામાં પુરતા પ્રમાણમા ખાતર પુરૂ પાડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે . વાવેતર અને વરસાદ સારો થતા મોલાતને પોષક તત્વોની જરૂરત રહેતી હોય તે ખાતર દ્રારા સંતોષવા ખાતર પુરવઠો મેળવવા ખેડૂતો દોડધામ કરતા હોય તેવા જ સમયે યુરિયા રાસાયણીક ખાતર સરળ અને સમયસર અમરેલી જીલ્લાને મળતા રાષ્ટ્રિય સહકારી અગ્રણી – ખેડૂત નેતા દિલીપ સંઘાણીની પ્રશંસનીય કામગીરી બદલ ધારી તાલુકાના સહકારી અગ્રણી લાલભાઈ નાકરાણી એ સંધાણીનો આભાર વ્યકત કરેલ છે . નાકરાણીએ વધુમાં જણાવેલ છે કે , ખાતર ફાળવાતા સમગ્ર ખેડૂત સમાજે પણ ખુશી વ્યકત કરી હોવાનું તેમની અખબારી યાદીમાં જણાવેલ છે .

Follow Me:

Related Posts