fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં શ્રીરામ મંદિરનાં શિલાન્‍યાસનો ઉત્‍સાહ

દરેક શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભકિતનાં ઘોડાપુર ઉમટયા અમરેલી જિલ્‍લામાં શ્રીરામ મંદિરનાં શિલાન્‍યાસનો ઉત્‍સાહ બાબરા, અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિતનાં શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા પૂર્વ કૃષિમંત્રી અને ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણી પણ ઉજવણીમાં જોડાયા અમરેલી જિલ્‍લામાં આજે અયોઘ્‍યા ખાતે પ00 વર્ષોથી અધુરા રહેલ ભગવાન શ્રીરામનાં મંદિરનો શિલાન્‍યાસ થતાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. અમરેલી, બાબરા, સાવરકુંડલા, રાજુલા સહિતનાં શહેરો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ શિલાન્‍યાસને લઈને ભકિતનાં ઘોડાપુર ઉમટયા હતા. ઉત્તરપ્રદેશના રામ જન્‍મ સ્‍થળ અવધ નગરીએ તો અનોખા શણગારો સર્જયા છે. સમગ્ર દેશમાં ઉત્‍સાહનો માહોલ છે ત્‍યારે રામ મંદિરનિર્માણ માટેની શ્રઘ્‍ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહૃાા છે. સમગ્ર દેશનું ભવ્‍ય રામ મંદિર અયોઘ્‍યા ખાતે ન્‍મર્િાણ પામનાર છે ત્‍યારે રામ મંદિરના ભૂમિપૂજન માટેના અનેક શુભ મુર્હુતો કાઢવામાં આવ્‍યા હતા. ત્‍યારે ફરી એકવાર આ શુભમુર્હુત આજરોજ આવી ચુકેલ હોય. ત્‍યારે શ્રીરામની જન્‍મભૂમ્‍િ અયોઘ્‍યા ખાતે લોકોની આસ્‍થાનું કેન્‍દ્ર એવા અયોઘ્‍યા રામ મંદિરનું ભૂમિપૂજન કર્યુ અને એક ઐતિહાસિક મંદિર નિર્માણ થશે ત્‍યારે તેવા દિવ્‍ય અવસરે હર્ષોલ્‍લાસ સાથે અમરેલી સુખનાથ મંદિર ચોક ખાતે ફટાકડા ફોડી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્‍થિતિમાં મોં મીઠા કરેલ. આ દિવ્‍ય અવસરે દિલીપભાઈ સંઘાણી, અશ્‍વિનભાઈ સાવલીયા, કૌશિકભાઈ વેકરીયા, મુકેશભાઈ સંઘાણી, તુષાર જોષી, મનિષભાઈ ધરાજીયા, ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, જેન્‍તીભાઈ પાનસુરીયા, ભાવનાબેન ગોંડલીયા, મનિષ સંઘાણી, અલ્‍કાબેન ગોંડલીયા, સંજય રામાણી, કોમલબેન રામાણી, મૌલિક ઉપાઘ્‍યાય, યોગેશ ગણાત્રા, ભગીરથ ત્રિવેદી, રજનીકાંત રાવળ, રાજેશ માંગરોળીયા, સંજય (ચંદુ) રામાણી, તુષાર વાણી, ઋજુલ ગોંડલીયા, જીજ્ઞેશ (ડેની) રામાણી, ઘનશ્‍યામ રામાણી, નેહલ (ગટુ) રામાણી, રાજન ચોડવડીયા, કૌશિક રામાણી, ભાવિક રામાણી, ચિરાગ ચાવડા, દિલાભાઈ વાળા, કિશન રામાણી, ભાવેશ સંઘાણી, વિજય સંઘાણી, કમલેશ સંઘાણી,રવિ ચોડવડીયા, ભાવેશ વાળદરા, નિકુંજ રામાણી, સુનીલ સંઘાણી, દિલીપ રામાણી સહિતના લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. તેમ અખબારી યાદીમાં જણાવાયેલ છે.

Follow Me:

Related Posts