fbpx
અમરેલી

અમરેલી : પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ‘ગેલોપીંગ ગુજરાત’ પુસ્તકનું વિમોચન

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અમરેલી જિલ્લાના સેવાકર્મી  ભરત ટાંક અને ઉર્વી ટાંક દ્વારા તૈયાર કરવામાં આવેલા ગેલોપીંગ ગુજરાત‘ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વિકાસને અક્ષરબદ્ધ કરી પુસ્તકમાં કંડારવા બદલ ટાંક દંપતીને અભિનંદન પાઠવતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે આપના જેવા સેવાકર્મીઓ ગુજરાતના વિકાસમાં ભાગીદાર બની ગુજરાતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવી અને વિકાસને આગળ ધપાવે છે એ ખરેખર ખુબ જ પ્રશંશનીય છે. આ વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહે અને દરેક ગુજરાતી આ બાબતે ગૌરવાન્વિત થાય એ દિશામાં આપણે સૌએ કાર્ય કરવું જોઈએ.

આ અંગે વધુ વાત કરતા  ઉર્વી ટાંક જણાવે છે કે ગેલોપીંગ ગુજરાત‘ પુસ્તક એ છેલ્લા કેટલાક દાયકાઓમાં ગુજરાત રાજ્ય દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભરેલી વિકાસની હરણફાળનું સરવૈયું છે. છેલ્લા દાયકાઓમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને આ પુસ્તકમાં ખુબ જ જીણવટથી વર્ણવાનો એક નમ્ર પ્રયાસ છે. આ ઉપરાંત છેલ્લા દાયકાઓમાં ગુજરાતમાં સુજલામ સુફલામજ્યોતિર્ગ્રામ જેવા જેટલા પણ નોંધપાત્ર પ્રોજેક્ટ્સ થયા છે એની તમામ વિગતોને આવરી લેવામાં આવી છે. વધુમાં એમણે ઉમેર્યું હતું કેઆ પુસ્તકમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓસાંસદઓ અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts