fbpx
અમરેલી

આગામી ૧૦ ઓગસ્ટથી એસ.ટી. અમરેલી વિભાગ હેઠળના ડેપોમાં એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટીસની મંજુરી સામે અમરેલી વિભાગ હેઠળના વિભાગીય કચેરીવિભાગીય યંત્રાલયઅમરેલીસાવરકુંડલાબગસરાપારીરાજુલાઉનાકોડીનાર ડેપો ખાતે એપ્રેન્ટિસ એકટ ૧૯૬૧ અન્વયે ઓગસ્ટ/ ઓકટોબર-૨૦૨૦ના ભરતી સત્ર માટે એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવાની થાય છે. મિકેનિક સાઈડે ધોરણ ૧૦ પાસ ફ૨જીયાત તથા આઈ.ટી.આઈ.માં ડીઝલ મિકેનિકલ / એમ.એમ.વી. / ઓટો ઈલેકટ્રીશ્યન / વેલ્ડર ટ્રેડ તથા વહીવટ સાઈડે કોપા ટ્રેડમાં ધોરણ ૧૨ પાસ ક૨જીયાત તેમજ કો.પા. ટ્રેંડમાં આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની થાય છે. જેના માટે તા.૧૦ થી ૨૯/૮/૨૦૨૦ સુધીમાં અરજીપત્રક વિભાગીય કચેરીલાઠી રોડ ખાતેથી ફક્ત રૂબરૂમાં રૂા. ૫ /- ની કિંમતે સમય ૧૧ થી ૧૪ કલાક સુધીમાં મેળવી લેવાના રહેશે. તા.૩૧/૮/૨૦૨૦ના રોજ સાંજના ૧૬ કલાક સુધી ભરાયેલ અરજીપત્રકો જ સ્વિકારવામાં આવશે. આ માટે વધુ માહિતી મેળવવા વિભાગીય નિયામકશ્રીની કચેરીનો રૂબરૂ સંપર્ક સાધવો. ઈચ્છુક ઉમેદવારોએ દર્શાવેલ વેબસાઈટ પર https://apprenticeshipindia.org/ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે.

Follow Me:

Related Posts