fbpx
અમરેલી

રોજગાર કચેરી અમરેલી દ્વારા આજે તા: ૭ ના ઓનલાઇન વેબિનારનું આયોજન

જિલ્લા રોજગાર કચેરીઅમરેલી દ્વારા વિદેશ રોજગાર તેમજ વિદેશ અભ્યાસક્રમ અંગે અમરેલી જીલ્લાના ઉમેદવારો માટે તા.૦૭-૦૮-૨૦૨૦ ના રોજ ૧૨.૩૦ કલાકે વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે.

સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી સંક્રમણ અટકાવવા તકેદારીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા અમરેલી જીલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગારી અને ઉચ્ચ અભ્યાસની માહિતી તથા માર્ગદર્શન ઘર બેઠા મળી રહે તેવા હેતુસર વિષય તજજ્ઞ દ્વારા ડિજિટલ માધ્યમથી ગૂગલ મીટ એપ્લીકેશન મારફત તા.૦૭/૦૮/૨૦૨૦ (શુકવાર)ના રોજ બપોરના ૧૨:૩૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ વેબિનારમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ GOOGLE MEET એપ્લિકેશનમાં Meeting URL:https:meet.google.com/knx- byrs-hic અથવા Meeting Code : knx-byrs-hje મારફત જવાનું રહેશે. વેબીનારનું આયોજન નિ:શુલ્ક છે. વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીનો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts