fbpx
અમરેલી

દામનગર પાલિકા ના શાસક પક્ષ ના મહિલા સદસ્ય અને પાલિકા કર્મચારી પતિ ના વોર્ડ ન૩ માં ચાલતા સંપૂર્ણ ગેરકાયદે બાંધકામ માં પાલિકા તંત્ર નું નોટિસ નું નાટક શિક્ષિત દંપતી એ ભગો કર્યો આધાર પુરાવા રજૂ કરવા કહેતા સ્કૂલ લીવીંગ સર્ટી અને પાડોશી ની સનદ રજૂ કરી

દામનગર પાલિકા શાસક પક્ષ ના મહિલા સદસ્ય કોઈ જાત ના માલિકી આધાર પુરાવા વગર નું ગેર કાયદેસર બાંધકામ કરતા નોટિસ નું નાટક
પુરાવા રજૂ કરવા નોટિસ આપતા શિક્ષિત દંપતી એ સ્કૂલ લીવીંગ સર્ટી અને ફરિયાદી ની સનદ આપી ભગો કર્યો
શિક્ષિત દંપતી પાલિકા સદસ્ય અને કર્મચારી હોવા થી પાલિકા તંત્ર ની શંકાસ્પદ ભૂમિકા
દામનગર નગર પાલિકા ના શાસક પક્ષ ના મહિલા સદસ્ય ના ગેરકાયદેસર બાંધકામ માં પાલિકા ની શંકાસ્પદ ભૂમિકા નોટિસો નું નાટક વોર્ડ નં ૩ ના મહિલા સદસ્ય દર્શનાબેન ત્રિવેદી ને પાલિકા એ જા નં એસ્ટા ૨૦૭ થી તા ૩૧/૭/૨૦૨૦  ના રોજ નોટિસ પાઠવી પ્લાન નકશા માલિકી આધારો રજૂ કરવા જણાવતા  મહિલા સદસ્ય ના પતિ એ તા ૪/૮/૨૦૨૦ રોજ સ્કૂલ લીવીંગ સર્ટી અને ફરિયાદી ની સનદ આપી ભગો કર્યો ફરી પાલિકા એ જા નં એસ્ટા /૨૧૨  તા૫/૮/૨૦૨૦ ના રોજ નોટિસ આપી ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા ચૂસના આપી પાલિકા ના શાસક પક્ષ ના મહિલા સદસ્ય હોવા થી નોટિસ નું નાટક કરી આધાર પુરાવા રજૂ કરવા કહેતા મહિલા સદસ્ય અને પાલિકા ની સ્કૂલ ના કર્મચારી પતિ એ પાલિકા ને ભ્રમિત કરવા પાડોશી ફરિયાદી ની સનદ અને પોતા નું સ્કૂલ લીવીંગ સર્ટી આપી પોતા નું ગેરકાયદેસર બાંધકામ શરૂ રાખવા નવો નુકશો અજમાવ્યો દામનગર પાલિકા ના મહિલા સદસ્ય અને પતિ પાલિકા સંચાલિત સ્કૂલ ના કર્મચારી હોવા થી કોઈ પણ પ્રકાર ના માલિકી આધારો રેવન્યુ ઉતારો પ્લાન નકશા સનદ વગર સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ કરતા પાડોશી શ્રમજીવી પરિવારે પોલીસ અને પાલિકા તંત્ર ને લેખિત રજુઆત કરતા પાલિકા તંત્ર ની શંકાસ્પદ ભૂમિકા નોટિસ નું નાટક કરી શાસક પક્ષ ના મહિલા સદસ્ય અને પાલિકા સંચાલિત સ્કૂલ ના કર્મચારી પતિ ને પાલિકા નું સમર્થન હોય તેવી નીતિ સ્પષ્ટ પણે દેખાય ગરીબ શ્રમજીવી પરિવાર નો કાયમી હક્ક સમાપ્ત કરતા પાલિકા ના શાસકો સામે તંત્ર ન્યાય કરશે કે ગરીબ પરિવાર ને ન્યાય પાલિકા માં ન્યાય માટે જવું પડશે પાલિકા ના શાસક પક્ષ ના મહિલા સદસ્ય અને પાલિકા સંચાલિત સ્કૂલ ના કર્મચારી પતિ હરેશભાઈ ત્રિવેદી દંપતી જાહેર રસ્તા ની જમીન ઉપર સંપૂર્ણ ગેરકાયદેસર મકાન બનાવતા ગરીબ શ્રમિક પરિવાર ની લાચાર સ્થિતિ કોઈ પણ જાત ની માલિકી વગર જાહેર રસ્તા ની જમીન ઉપર વિશાળ બાંધકામ માં સ્થાનિક પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવા થી ગરીબ પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

Follow Me:

Related Posts