અમર ડેરી ના ચેરમેન તરીકે અશ્વિનભાઈ સાવલીયા અને વાઈસ ચેરમેન તરીકે મુકેશભાઈ સંઘાણી ની બિનહરીફ વરણી
અમરેલી જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશ્વિનભાઈ સાવલીયા અને વાઈસ ચેરમેન તરીકે મુકેશભાઈ સંઘાણી વધુ એક વખત બીનહરિફ જાહેર થયા હતા.. અગાઉ યોજાયેલી ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો બીનહરિફ જાહેર થયા હતા.. ગુજરાતના સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને પ્રાંત અધિકારી ની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ ડિરેક્ટર્સ દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેન ની બીનહરિફ વરણી થઇ હતી.. ગુજરાત ની અન્ય સહકારી સંસ્થાઓમાં જ્યારે સતા માટે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે અમરેલી ની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા અમર ડેરી ની ચુંટણી પ્રક્રિયા બીનહરિફ પુર્ણ થઈ હોવાનું દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું…
Recent Comments