fbpx
અમરેલી

ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ-સક્રિય કાર્યકર, સમસ્‍ત સમાજના પોતીકા, ધિરૂભાઈ ગઢીયાનુંઅવસાન,શ્રઘ્‍ધાંજલી અર્પણ


સોપાયેલી જવાબદારી બેખુબી નિભાવતા, દર્દ દેખાવા ન દીધુ દિલીપ સંઘાણી

સમસ્‍યાનો રસ્‍તો કાઢવાની કૂનેહ, વાત મૂકવાની હિંમત અનેરી અશ્વિન સાવલીયા

ચૂંટણી કાર્યાલય હોય કે, સહકારી કાર્યક્રમો કામ પુર્ણ કરે જ જયંતિ પાનસુરીયા

કામ કરવાની રીતભાત શીખવે તેવા માર્ગદર્શક મે ગુમાવ્‍યા છે કૌશિક વેકરીયા

મીત્રભર્યા વિશ્વાસનીવાત સાથે દરેક ક્ષેત્રની જવાબદારી નિભાવતા મુકેશ સંઘાણી

ચૂંટણીમા કાર્યાલયની જવાબદારી હોય કે, નાના-મોટા સમારંભની અનેક વિધ
વ્‍યવસ્‍થાઓ સોપવામા આવી હોય કૂનેહપુર્વક બેખુબી નિભાવતા તેમની ઉણપ
વણપરાયેલી રહેશે તેમ ભારતીય જનતા પાના સનિષ્ઠ-સક્રિય કાર્યકર અને
સમસ્‍ત સમાજના પોતીકા એવા ધિરૂભાઈ ગઢીયાના અવસાન નીમીતે ભાવુક
શ્રઘ્‍ધાંજલી પાઠવતા પુર્વ કેબીનેટ મંત્રી ગુજકોમાસોલના ચેરમેન દિલીપ
સંઘાણીએ જણાવેલ હતુ.
શોકસભામા બોલતા જીલ્લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયા એ જણાવેલ કે,
લોકોની વચ્‍ચે કામ કરવાની રીતભાત શીખવે અને ટાણે ટપારે તેવા માર્ગદર્શક
ખોયા હોવાનો રંજ વ્‍યકત કર્યો હતો, ચૂંટણીઓમા ધીરૂભાઈની કામ કરવાની
ધીરજ અને સંચાલનને યાદ કરી શ્રઘ્‍ધાંજલી પાઠવીહતી.
અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા એ શ્રઘ્‍ધાંજલી અપતા જણાવેલ કે,
ધીરૂભાઈ શરીર થી સુરત હતા પણ મન થી અમરેલી સાથે જોડાયેલા રહેતા, સુરત
બેઠા-બેઠા પણ ફોન ઉપર અમરેલીના હાલ હવાલ જાણતા રહેતા તેમણે માંદગીને
પણ કળાવા ન દીધી હોવાનું જણાવેલ.
અમરેલી જીલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા
એ જણાવેલ કે, મન માનવા તૈયાર નથી કે, ધિરૂભાઈ ગઢીયા આપણી વચ્‍ચે નથી.
કોઈ પણ કાર્યક્રમો હોય તેમને વ્‍યવસ્‍થાની જવાબદારી સોપાય પછી એ કામ પુર્ણ
હોઈ, સૌને સાથે રાખીને કામ કરવાની ઢબ ધીરૂભાઈનામા જોવા મળે અનેક
પ્રકારના સહકારી કાર્યક્રમોની વ્‍યવસ્‍થાની જવાબદારી તેમના શીરે ઉપાડી પુર્ણ
કરતા જે હવે આપણી વચ્‍ચે નથી તેનુ દુઃખ છે.

પ્રસિઘ્‍ધ સારહી યુથ કલબ ઓફ અમરેલીના પ્રમુખ, જીલ્લા દુધ ઉત્પાદક સહકારી
સંઘના વાઈસ ચેરમેન યુવા અગ્રણી મુકેશ સંઘાણી એ શ્રઘ્‍ધાંજલી અપતા જણાવેલ
કે, મીત્રનીરૂએ વાત કરી શકાય તેવો વિશ્વાસ ધીરૂભાઈ ધરાવતા, ટુકી 5ણ સરળ
વાત કરવાનુ સામર્થ ધરાવતા, કોઈપણ ક્ષેત્ર હોય જવાબદારી સફળતા પુર્વક
નિભાવવી તે તેમનું કૌશલ્‍યબળ હતું તેમની વિદાય વજ્રધાત સમાન હોવાનું
જણાવેલ.

શ્રી ભાગ્‍ય લક્ષમી મહિલા ક્રેડીટ કો.-ઓપ સોસાયટીના ચેરપર્સન, મહિલા અગ્રણી
અને વકતાભાવનાબહેન ગોંડલીયા એ જણાવેલ કે, ધિરૂભાઈ ગઢીયા
પક્ષ-પરિવાર સાથે પારિવારીક નાતો ધરાવવા ઉપરાંત તમામ સમાજના લોકોને
ઉપયોગી બની રહેતા આવા વ્‍યકિતત્‍વની વિદાયથી માત્ર પક્ષને જ નહિં સર્વે
સમાજને ખોટ વર્તાય તે સ્‍વાભાવીક છે.

સરદાર પટેલ ગૃપ-ગુજરાતના પ્રદેશ અઘ્‍યક્ષ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના
અગ્રણી, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ, જીલ્લા બેંકના ડીરેકટર યુવા
અગ્રણી મનીષ સંઘાણી એ જણાવેલ કે, ધીરૂભાઈ ગઢીયા અમારા માર્ગદર્શક રહયા
નાના સાથે નાનાબનીને અમને કામ કરતા શીખવ્‍યુ તે ભૂલી શકાય તેમ, તેમના
આત્‍માને શાંતી મળે તેવી પ્રાર્થના કરતા મનીષ સંઘાણીએ જણાવેલ.
શોક સભામા રેખાબહેન માવદીયા, ભૂપેન્દ્રભાઈ બસીયા એ પણ શાબ્‍દીક
શ્રઘ્‍ધાંજલી અપર્ણ કરી હતી.
સુરત મુકામે ગઢીયાના અવસાનના કારણે અમરેલી જીલ્લા દૂધ સંઘના
ચેરમેન-વાઈસ ચેરમેન સહિતનુ સમગ્ર બોર્ડ બિનહરિફ થતા સાદાયથી આટોપી
શુભેચ્‍છા માટે એકઠા થયેલ કાર્યકરોએ સદ્ગતને શ્રઘ્‍ધાંજલી અર્પી હતી.

:: ટેલીફોનિક બેસણુ ::

તેજસભાઈ ધીરૂભાઈ ગઢીયા મો.98ર40 7રર44 (પુત્ર)
રમેશભાઈ નાનજીભાઈ ગઢીયા મો.98ર41 111ર4 (ભાઈ)
દિનેશભાઈ નાનજીભાઈ ગઢીયા મો.98ર41 6ર06ર (ભાઈ)
રતીલાલ નાનજીભાઈ ગઢીયા મો.97ર68 88000 (ભાઈ)

Follow Me:

Related Posts