fbpx
અમરેલી

જાફરાબાદના બે ભયજનક ઇસમો પાસા તળે સુરત મધ્યસ્‍થ જેલમાં ધકેલાયા

અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટતથા પોલીસ અધિક્ષકએ ભયજનક ઇસમો સામે પાસાનું શસ્‍ત્ર ઉગામ્યું.

અમરેલી પોલીસ અધિક્ષક. નિર્લિપ્‍ત રાય દ્વારા અમરેલી જિલ્‍લાના શરીર-સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરી, જાહેર વ્યવસ્‍થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે અને ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે જાફરાબાદ પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ. દ્વારા ભય જનક ઇસમો
(૧)  તુલસી ઉર્ફે ચાઇનીઝ ભગુભાઇ બાંભણીયા, ઉં.વ.૩૫, રહે.જાફરાબાદ, સામા કાંઠા
(ર) સંજય મંગાભાઇ બારૈયા, ઉં.વ.૪૦, રહે.જાફરાબાદ, ખારવા વાડ વાળા વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકઅમરેલીનાઓ મારફતે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
આવા ભયજનક ઇસમોની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક નાઓએ ઉપરોક્ત બંને ઇસમો વિરૂધ્‍ધ પાસાના વોરંટ ઇસ્‍યુ  કરતાં અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.આર.કે.કરમટા તથા પો.સ.ઇ પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ઉપરોક્ત બંને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, *લાજપોર મધ્યસ્‍થ જેલ, સુરત ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.
ભયજનક ઇસમો તુલસી ઉર્ફે ચાઇનીઝ ભગુભાઇ બાંભણીયા તથા સંજય મંગાભાઇ બારૈયાનો ગુન્‍હાહિત ઇતિહાસ
તુલસી ઉર્ફે ચાઇનીઝ ભગુભાઇ બાંભણીયા તથા સંજય મંગાભાઇ બારૈયા ખારવા જ્ઞાતિના પટેલ અને કમીટીના સભ્યો હોય, ખારવા જ્ઞાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપી, બળજબરીથી કઢાવી લેવાના તથા લોકડાઉન દરમ્‍યાન બોટના ખલાસીઓને પગાર આપવાના મુદ્દે ગેરકાયદેસર મંડળી રચી, ફરિયાદી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલા કરવાની એમ.ઓ. ધરાવે છે. ઉપરોક્ત બંતે આરોપીઓ વિરૂધ્‍ધ છેલ્‍લા બે વર્ષમાં નીચે મુજબના ગુન્‍હાઓ નોંધાયેલ છે.
જાફરાબાદ મરીન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૦૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૧૪૯, ૩૮૪, ૩૮૫, ૩૪
જાફરાબાદ પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૦૦૪૮૨, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એપેડેમિક ડીસીઝ એક્ટ કલમ ૩ તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ કલમ ૫૧(બી)
આવા ભયજનક ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

Follow Me:

Related Posts