fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૨૬,૦૩૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય  નાઓએ જીલ્લાલમાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે આર.ડી.ઓઝા  નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન અન્વયે આજ રોજ  સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે હનુમાનજીના મંદીરના ઓટે ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . એ.પી.ડોડીયા  નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ  રેઇડ કરતા છ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) પ્રતાપભાઇ ધીરૂભાઇ સાંડસુર  ઉ.વ.૨૮ ધંધો.ખેતીકામ રહે. ધજડી તા.સા.કુંડલા જી.અમરેલી
(૨) જસુભાઇ બાલુભાઇ ખુમાણ ઉ.વ. ૩૬ ધંધો.ખેતીકામ રહે. ધજડી તા.સા.કુંડલા જી.અમરેલી
(૩) રામકુભાઇ સાર્દુળભાઇ કટાયા ઉ.વ.૪૦  ધંધો.ખેતીકામ રહે. બાઢડા તા.સા.કુંડલા જી.અમરેલી
(૪) ભરતભાઇ કનુભાઇ માંજરીયા ઉ.વ.૨૭  ધંધો.ખેતીકામ રહે. જીકીયાળી તા.ખાંભા જી.અમરેલી
(૫) અલ્પેશભાઇ ધનજીભાઇ ધડુક ઉ.વ.૩૦  ધંધો.ખેતીકામ રહે. ધજડી તા.સા.કુંડલા જી.અમરેલી
(૬) ધીરૂભાઇ કેશુભાઇ ગાજીપરા ઉ.વ.૪૫  ધંધો.ખેતીકામ રહે. ધજડી તા.સા.કુંડલા જી.અમરેલી
પકડાયેલ મુદામાલ
રોકડ રૂપીયા મળી કુલ રૂપીયા ૧૦,૫૩૦/- તથા ગંજી પતાના પાના નંગ- ૫૨ તથા મોબાઇલ નંગ- ૦૪ કી.રૂ. ૧૫,૫૦૦ મળી મુદ્દામાલ કુલ કી.રૂ. ૨૬,૦૩૦
આ કામગીરી પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts