fbpx
અમરેલી

ધારી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વિરપુર ગામમાં આંગણવાડીના ખાંચા મા જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીને રોકડ રકમ સહિત કુલ .રૂ ૨૬,૭૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી ધારી પોલીસ ટીમ

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય  અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં જુગારની બદીને દુર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે તા.૦૯/૦૮/૨૦૨૦ ના રોજ ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. હરપાલસિહ.જી.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે વિરપુર ગામે આંગણવાડીના ખાંચામા અમુક ઇસમો જાહેરમાં પૈસા પાના વડે જુગાર રમે છે તેવી હકીકત મળતા હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ચાર ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય તો તમામ વિરુધ્ધ જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે
જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપી:
(૧) સુખાભાઇ કાનાભાઇ પરમાર ઉ.વ.૩૩ ધંધો. મજુરી રહે.વિરપુર તા.ધારી જી. અમરેલી
(૨) કનુભાઇ શંભુભાઇ કાથરોટીયા ઉ.વ.૬૦ ધંધો.ખેતી રહે.વિરપુર તા. ધારી જી. અમરેલી
(૩) ભરતભાઇ ગોબરભાઇ ખાંટ ઉ.વ.૩૨ ધંધો.હિરાઘસુ રહે.વિરપુર તા.ધારી જી.અમરેલી
(૪) પ્રવિણભાઇ સોમાભાઇ પાટડીયા ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.વિરપુર તા. ધારી જી. અમરેલી
રેઇડ દરમ્યાન પકડાયેલ મુદ્દામાલ
વિરપુર ગામે આવેલ આંગણવાડીના ખાંચામાથી રેઇડ દરમ્યાન મળી આવેલ રોકડા રૂ।.૨૬,૭૪૦ તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિ રૂ।.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ ૨૬,૭૪૦  ના મુદામાલ સાથે ચાર આરોપી પકડાઇ જઇ ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુધ્ધ ગુન્હો રજી કરેલ છે
આમ ઉપરોક્ત કામગીરીમાં ધારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ નાનજીભાઇ.એ.વાઘેલા તથા પો.સબ.ઇન્સ હરપાલસિહ.જી.ગોહિલ તથા અના.હેડ કોન્સ રાજુભાઇ.કે.વરૂ તથા પો.કોન્સ અશોકભાઇ વિરાભાઇ મકવાણા તથા ધનજીભાઇ ખોડાભાઇ પરમાર તથા દિનકરભાઇ વિનુભાઇ પાઘડાળ સ્ટાફના માણસોએ કરેલ છે.

Follow Me:

Related Posts