fbpx
અમરેલી

અતિવૃષ્‍ટિ,અનાવૃતિ અને દૂષ્‍કાળની પરિસ્‍થિતી પાર પાડવાની જોગવાઈ સાથેની રાજય સરકારની સર્વ પ્રથમ ઐતિહાસીક કિસાન સહાય યોજના રાજય સરકારને આવકાર સાથે અભિનંદનઃ દિલીપ સંઘાણી


ખેતિ અને ખેડૂત સમૃઘ્‍ધ બને, પશુપાલક પુરક રોજગારી મેળવે તે માટે સતત ચિંતીત સરકાર અને સહકાર.
અનેકવિઘ સકારાત્‍મક જોગવાઈઓના સમાવેશ સાથેની રાજય સરકાર ફરા ઘોષિત સર્વ
પ્રથમ ઐતિહાસીક ભભ કિસાન સહાય યોજના ભભ ને આવકારતા રાષ્‍ટ્રિય સહકારી અગ્રણી
દિલીપ સંઘાણીએ જણાવેલ કે, ખેતિ અને ખેડૂત સમૃઘ્‍ધ બને, પશુપાલકો પુરક રોજગારી
મેળવે તે માટે સતત ચિંતીત ક્ષેત્રો સરકાર અને સહકાર છે.
દિલીપ સંઘાણીએ આ યોજનાને સર્વપ્રથમ ઐતિહાસીક ગણાવીને આવકારતા જણાવેલ કે,
કૂદરતી આફતોમા ખરીફ પાકને થયેલ નૂકશાની અનુસારની સહાય આપવામા આવશે
જેમા દુષ્‍કાળ, અતિવૃષ્‍ટિ અને માવઠાને આવરી લેવામા આવેલ છે. ચાર હેકટર સુધી આવી
સહાય જોગવાયાધિન હોવાનુ જણાવેલ જેમા 33 થી 60 ટકા સુધીની નૂકશાનીમા હેકટર
દીઠ ર0,000/- અને 60 ટકા થી ઉ5રની નૂકશાનીમા ર5,000/-ની સહાય લાભાર્થી
મેળવવા પાત્ર બનશે.
સંઘાણીએ જણાવેલ કે, ખેડૂતોને ઘર આંગણે એટલે કે, ઈ-ગ્રામ સેન્‍ટર ઉપર થી જ
ઓનલાઈન અરજી કરવાની હોવાથી તાલુકા જીલ્લા મથકેજવા આવવાનો સમય અને
નાણા બન્‍ને બચશે સમગ્ર રાજયના ખેડૂતો માટે ખુબજ લાભકારી એવી આ કિસાન સહાય
યોજના ફરા કિસાનોની આવક વધારવાનું પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્‍વપ્‍ન
ચરિતાર્થ થશે, ખેત પ્રવૃતિ સમૃઘ્‍ધ બનશે તેવા વિશ્વાસ સાથે રાજયના મુખ્‍યમંત્રી
વિજયભાઈ રૂપાણી સહિત રાજય સરકારને યોજના અંતર્ગત આવકાર સાથે અભિનંદન
પાઠવ્‍યાનું દિલીપ સંઘાણીએ અંતમા જણાવેલ.

Follow Me:

Related Posts