fbpx
અમરેલી

સેંજળ (જી.અમરેલી) ખાતે મોરારીબાપુ દ્વારા રામકથા પ્રવાહિત થશે

પૂજ્ય મોરારી બાપુ દ્વારા
૮૪૭ મી રામકથાનું ગાન આરંભાશે
કોરોનાના કહેરની સામે સાધુ પુરુષ ની મહેર રૂપે પૂજ્ય મોરારી બાપુ દ્વારા પોતાના કુલકથા ક્રમની ૮૪૭મી રામકથાનું ગાન સેંજળ ધામ ખાતેના આશ્રમથી પરમ પૂજ્ય ધ્યાન સ્વામી બાપાની ચેતન સમાધિનાં સાનિધ્યમાં સ્થિત ધ્યાન વટની સાક્ષીએ આરંભાશે.
ઉલ્લેખનીય છે કે સેંજળ ધામ ખાતે ગવાનારી આ ત્રીજી રામકથા છે. અહીંની પ્રથમ કથા ૨૬/૯/૯૦ થી “માનસ રાધા” શિર્ષક અંતર્ગત અને બીજી કથા ૨૩/૨/૯૯ થી “માનસ” ધ્યાન સમાધિ” શિર્ષક અંતર્ગત ગવાઇ હતી.
 શ્રોતાઓ આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકૂટ ધામની youtube ચેનલ પરથી લાઈવ સાંભળી શકશે.
તારીખ ૧૫ મી ઓગસ્ટ થઈ ૨૩મી ઓગસ્ટ દરમિયાન સવારના સાડા નવથી કથા શ્રવણનો પરોક્ષ લાભ વ્યાસપીઠના વિશ્વભરના શ્રોતાઓ ટીવી ચેનલ પરથી અને ઓનલાઇન પામી શકશે. પૂજ્ય બાપુ દ્વારા કરવામાં આવેલી આ સુખદ ઘોષણાથી વ્યાસવાટિકાના શ્રોતાઓ હર્ષિત બન્યા છે.
Attachments area
Follow Me:

Related Posts