fbpx
અમરેલી

રાજુલા ખાતે શ્રાવણીયો જુગાર રમતા અલગ-અલગ ૪ દરોડામાં કુલ-૨૦ ઇસમોને રોકડ તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય  નાઓએ જીલ્લામમાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે કે.જે.ચૌધરી  નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.એમ.ઝાલા નાઓએ પો.સ્ટાફના માણસોને પ્રોહિ જુગાર અંગે સખ્ત પગલા લેવા સુચના કરતા જે આધારે તા.૧૦/૦૮/૨૦૨૦ ના રોજ રાજુલા પો.સ્ટે.ના સ્ટાફના માણસો દ્રારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન નીચે મુજબના દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ.
બાબરિયાધાર ગામે કોળી વડલા* વિસ્તારમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી છ ઇસમો જેમાં (૧) છગનભાઇ બાવુભાઇ બારૈયા ઉ.વ.૫૨ (૨) શામજીભાઇ કાળાભાઇ ચાવડા ઉ.વ.૫૫ (૩) હનીફભાઇ કાદરભાઇ કલાણીયા ઉ.વ.૩૧ (૪) મંગાભાઇ વિનુભાઇ બારૈયા ઉ.વ.૨૫ (૫) નરેશભાઇ છગનભાઇ ખોરાસીયા ઉ.વ.૨૪ (૬) મહેશભાઇ જીવરાજભાઇ ચાવડા ઉ.વ.૨૩રહે.તમામ બાબરીયાધાર વાળાઓને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ *રૂ.૩૭૧૦/-* નો મુદ્દામાલ સાથે પકડી પાડી કેસ શોધી કાઢેલ છે.
રાજુલા બીડી કામદાર બાપા સીતારામના ઓટા પાસે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી છ ઇસમો જેમાં (૧) દિનેશભાઇ રામજીભાઇ ગુજરીયા ઉ.વ.૩૫ (૨) કિશોરભાઇ ભુપતભાઇ ગુજરીયા ઉ.વ.૧૯ (૩) સુખાભાઇ જોરૂભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ (૪) વિક્રમભાઇ ધીરૂભાઇ ચૌહાણ ઉ.વ.૨૫ (૫) ભરતભાઇ રામજીભાઇ ગુજરીયા ઉ.વ.૨૫ (૬) મનુભાઇ જોરૂભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ રહે.તમામ રાજુલા બીડીકામદાર વિસ્તાર વાળાઓને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૨૬૭૦નો મુદ્દામાલ સાથે પકડી પાડી કેસ શોધી કાઢેલ છે.
રાજુલા મફપતપરા વિસ્તારમા પાણીના ટાકા પાસે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી ત્રણ ઇસમો જેમાં (૧) ગોવિંદભાઇ બાવભાઇ વાસીયા ઉ.વ.૫૫ (૨) મુકેશભાઇ નાથાભાઇ સરવૈયા ઉ.વ.૩૬ (૩) નરશીભાઇ ભગવાનભાઇ શિયાળ ઉ.વ.૨૩ રહે.ત્રણેય રાજુલા મફતપરા વિસ્તાર વાળાઓને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૫૦૦૦/-નો મુદ્દામાલ સાથે પકડી પાડી કેસ શોધી કાઢેલ છે.
હિંડોરણા ગામે પેટ્રોલ પંપની પાછળ લાલાભાઇ મનજીભાઇ ચુડાસમાંના મકાનની પાસે  જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પાંચ ઇસમો જેમાં (૧) લાલાભાઇ મનજીભાઇ ચુડાસમાં ઉ.વ.૫૦ રહે.હીડોરણા (૨) અરવિંદભાઇ મનજીભાઇ ચુડાસમાં ઉ.વ.૩૭ રહે.હીડોરણા (૩) કાળુભાઇ બચુભાઇ પરમાર ઉ.વ.૫૫ રહે.હીડોરણા (૪) અજયભાઇ ભીમાભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે.રાજુલા (૫) વલ્લભભાઇ પ્રેમજીભાઇ પરમાર ઉ.વ.૫૦ રહે.નાના બારમણ તા.ખાંભા વાળાઓને રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે પકડાયેલ ઇસમો પાસેથી ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૩૧૧૦ નો મુદ્દામાલ સાથે પકડી પાડી કેસ શોધી કાઢેલ છે.
આ કામગીરી પોલીસ ઇન્સ આર.એમ.ઝાલા  માગૅદશૅન હેઠળ રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts