fbpx
અમરેલી

અમરેલી સહજાનંદ નગર શેરી નં.૨ માંથી ગે.કા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

અમરેલી સહજાનંદ નગર શેરી નં.૨ માંથી ગે.કા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ
મ્હે.પોલીસ અધિક્ષકનિર્લિપ્ત રાય  તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ હાલમાં સાતમ આઠમનો તહેવાર શાંતિ પુર્ણ માહોલમાં પુર્ણ થાય તે માટે અમરેલી જીલ્લામાં દારૂજુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા સા. તથા પો.સબ ઇન્સ.  ડી.બી.ચૌધરી સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા આરીફખા ભોજવાણી એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી સહજાનંદ નગર શેરી નં.૨ માં રેઇડ કરી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઇસમને એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૨ સાથે કિ.રૂ.૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
દારૂ સાથે પકડાયેલ ઇસમ
(૧) નીખીલ ઉર્ફે નીલ કાલાભાઇ ઉર્ફે કલ્પેશભાઇ કટારા ઉ.વ.૨૧ ધંધો.અભ્યાસ રહે.અમરેલી
(૨) હરેશભાઇ બાપલુભાઇ વાળા રહે.અમરેલી ( પકડવાનો બાકી)
પકડાયેલ મુદામાલ
(૧)એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૪,૮૦૦
આ કામગીરી  પોલીસ ઇન્સપેક્ટર   કે.ડી.જાડેજા તથા પો.સબ ઇન્સ. ડી.બી.ચૌધરી તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts