fbpx
અમરેલી

પીપાવાવ મરીન પોસ્ટે ના પીપાવાવધામ ગામે રણછોડરાયજી ના મંદીરના જુના કુંડ પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ કુલ રૂ.૩૨૫૧૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુઁડલા ડિવીજનના નાયબ પોલીસ અધિક્ષકકે.જે.ચૌધરી  તથા રાજુલા સર્કલ સી.પી.આઇ *શ્રી જી.જે.રાવત સાહેબ* માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ.  ડી.સી.સાકરીયા  તથા મરીન પીપાવાવ પોલીસ સ્ટાફ  ના માણસો મરીન પીપાવાવ પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.૦૭૯૨ /૨૦૨૦ જુગાર ધારા કલમ ૧૨ મુજબ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ચાર  ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય  જે તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
(૧) અશોકભાઈ ઉકાભાઈ શિયાળ ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.પીપાવાવધામ તા.રાજુલા જી.અમરેલી
(૨) મનસુખભાઈ લાલજીભાઈ બાંભાણીયા ઉ.વ.૨૬ ધંધો-હીરાકામ રહે.પીપાવાવધામ તા.રાજુલા જી.અમરેલી
(૩) શામજીભાઈ રૂપાભાઈ સાખંટ ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.પીપાવાવધામ તા.રાજુલા જી.અમરેલી
(૪) રાણાભાઈ લાખાભાઈ શિયાળ ઉ.વ.૫૫ ધંધો-મજુરી રહે.પીપાવાવધામ તા.રાજુલા જી.અમરેલી
જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન  નાસી ગયેલ  ઇસમો
(૧)હરસુરભાઈ મથુરભાઈ ગુજરીયા
(૨)મનસુખભાઈ ધીરૂભાઈ
(૩) ધીરૂભાઈ લાલજીભાઈ બાભણીયા
(૪)ઘુઘાભાઈ નારણભાઈ ગુજરીયા રે. તમામ પીપાવાવધામ તા.રાજુલા જી.અમરેલી
પકડાયેલ મુદામાલ રોકડા રૂ.૩૨૫૧૦તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦મળી કુલ કિં.રૂ.૩૨૫૧૦ નો મુદ્દામાલ.

Follow Me:

Related Posts