fbpx
અમરેલી

અમરેલી ભાજપ કાર્યાલય ખાતે ૧૫ મી ઓગષ્ટના દીવસે કેન્દ્રીય રાજય કૃષિમંત્રી રૂપાલાના હાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે

ભાજપ કાર્યાલય ખાતે ૧૫ મી ઓગષ્ટના દીવસે કેન્દ્રીય રાજય કૃષિમંત્રી રૂપાલાના હાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે પુરૂષોતમભાઈ રૂપાલા સાહેબ નાં ફોટો આવતી કાલે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧૫ મી ઓગષ્ટ સ્વતંત્ર દિવસ નિમિતે કેન્દ્રીય રાજય કૃષિમંત્રી અને અમરેલીના પનોતા પુત્ર માન. પુરૂષોતમભાઈ રૂપાલા સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાની જનતાને પધારવા ઈફકોના વાઈસ ચેરમેન શ્રી દીલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા તથા જિલ્લા ભાજપ ટીમ દ્વારા તમામ કાર્યકર્તાનો , અગ્રણીઓ , પાર્ટીના શુભેચ્છક તથા સૌ કોઈ કાર્યકર્તાઓને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે . તેમ જિલ્લા ભાજપ કાર્યાલય ની અખબારી યાદીમાં જણાવાયું છે ,

Follow Me:

Related Posts