fbpx
અમરેલી

૭૪ માં સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે અમરેલીના પ્રભારી મંત્રીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી

અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન  અમરેલીના કોરોના વોરિયર્સનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું 

૭૪માં સ્વાતંત્ર્ય પર્વની અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલીના પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે મંત્રીએ રાષ્ટ્રની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૩માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તકે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, લોકડાઉનના ૫૦ દિવસ સુધી ગુજરાતનો એકમાત્ર અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહ્યો હતો. ૨૨ માર્ચે જનતા કર્ફ્યુ બાદ ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું જેનું અમરેલી જિલ્લામાં એટલું કડક પાલન થયું કે ૧૨ મે સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ જિલ્લામાં ન હતો. અમરેલી જિલ્લા વહીવટી તંત્રની આટલી શ્રેષ્ઠ કામગીરીની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાઈ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના તમામ કોરોના વોરિયરને અભિનંદન પાઠવ્યા હતા.મંત્રીએ ઉમેર્યું હતું કેકોરોના મહામારીના કારણે આજે સમગ્ર વિશ્વની માનવજાતિને ગંભીર અસર થઇ છે. પરંતુ ગુજરાત એટલે આપત્તિને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય ધરાવતું રાજ્ય છે. ભૂતકાળમાં પણ ગુજરાત પર આવેલી મુશ્કેલીઓનો સમગ્ર રાજ્ય એ એક થઈને સામનો કરી પહેલા કરતા વધુ ગતિથી વિકાસ યાત્રાને આગળ ધપાવી છે. કોરોના સામે બાથ ભીડવા આપણું વહીવટી તંત્ર ખડેપગે છે.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવી કપરી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાનો એકપણ વિદ્યાર્થી મધ્યાહન ભોજનથી વંચિત ન રહે તે માટે ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ જિલ્લાની પ્રાથમિક શાળાના ૧.૨૨ લાખ ભુલકાઓને રૂપીયા ૬.૦૪ કરોડની કુકીંગ કોસ્ટની  રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમાં કરાવવામાં આવી તેમજ ૧૧૫૩.૭૭ મેટ્રિક ટન જેટલા ઘઉં-ચોખાનું વિતરણ કરવામાં આવ્યું. જીલ્લામાં કુલ-૬ર પ્રાથમિક-માધ્યમિક શાળાઓના ઓરડાઓનું રૂપીયા ૪૩ર લાખના ખર્ચે બાંધકામ કરવામાં આવેલ છે.મંત્રી વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે આઝાદી પછી પહેલી વાર ઘુઘવાતા દરિયાની વચોવચ આવેલા જાફરાબાદના શિયાળબેટ ટાપુ ઉપર હોડી મારફતે દરિયાઈ માર્ગે અનાજનો જથ્થો પહોંચાડી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કોરોના મહામારીના કારણે કરવામાં આવેલ લોકડાઉનના સમયગાળા દરમિયાન અમરેલી જીલ્લામાં એપ્રિલ માસમા ૩,૦૨,૨૬૨ રેશનકાર્ડ ઘારકોને ૬૯૨૯ મે.ટન ઘઉ તથા ૨૭૮૮ મે.ટન ચોખા મળી કુલ ૯૭૧૭ મે.ટન અનાજમે માસમાં ૩,૦૦,૨૦૧ રેશનકાર્ડ ઘારકોને ૭૦૪૫ મે.ટન ઘઉ તથા ૨૮૩૭ મે.ટન ચોખા મળી કુલ ૯૮૮૨ મે.ટન અનાજજૂન માસમાં ૧,૬૯,૧૭૩ રેશનકાર્ડ ઘારકોને ૫૭૧૬ મે.ટન ઘઉં તથા ૨૪૩૫ મે.ટન ચોખા મળી કુલ ૮૧૫૧ મે.ટન અનાજ વિનામુલ્યે વિતરણ કરવામાં આવતા કુલ ૯,૪૧,૫૦૭/- રેશનકાર્ડ ધારકોને રર૦૧૮ મે.ટન ઘઉં તથા ૯૧૮૭ મે.ટન ચોખા મળી કુલ ૩૧ર૦૫ મે.ટન અનાજનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ છે. આ ઉ૫રાંત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત અમરેલી જીલ્લાના ૧,૭૨,૮૩૨ રેશનકાર્ડ ધારકોના ખાતામાં રકમ રૂા.૧૦૦૦/- લેખે સહાય પેટે રકમ રૂપીયા ૧૭,ર૮,૩ર,૦૦૦/- ની સહાય જમા કરવામાં આવી હતી.મંત્રીએ રાજય સરકાર દ્વારા અમલી આરોગ્યશિક્ષણબાગાયતખેતીવાડી વિભાગ સહિતની વિવિધ યોજનાઓગરીબોના કલ્યાણ માટેની યોજનાકીય વિગતો અને રાજયમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતાલક્ષી પગલાઓ વિશે માહિતી આપી હતી.આરોગ્યમહેસુલપોલીસ જેવા વિભાગના અધિકારી-કર્મચારીઓએ કોરોના વોરિયર બની જે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીશ્રીઓને એમના નિવાસસ્થાને જઈને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ સુતરની આંટી પહેરાવી વંદન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વીરજીભાઈ ઠુંમર, જિલ્લા કલેક્ટર આયુષ ઓકજિલ્લા પોલીસ વડાનિર્લીપ્ત રાયયુવા અગ્રણી  હિરેનભાઈ હિરપરાકૌશિકભાઈ વેકરીયાનાયબ વન સંરક્ષક પ્રિયંકા ગેહલોતજિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારનિવાસી અધિક કલેક્ટર એ. બી. પાંડોરજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી. એમ. ડોબરીયાજિલ્લા આયોજન અધિકારી ગોહિલજિલ્લા આરોગ્ય અધિકાર સહિતના વિવિધ અધિકારીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts