fbpx
અમરેલી

સાવરકુંડલા:ખેડુતોના અગત્યના ડોકયુમેન્ટ લઇ છેતરપીંડી ડોકયુમેન્ટ ઉપર લોન લેતા રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝના માલીકો તથા કપાસના દલાલોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન

તાલુકા વિસ્તારમા ખેડુતોને વિશ્વાસમાં લઇ ખેડુતોના અગત્યના ડોકયુમેન્ટ લઇ છેતરપીંડી ડોકયુમેન્ટ ઉપર લોન લેતા રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝના માલીકો તથા કપાસના દલાલોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન
અમરેલી પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય  નાઓએ સુચના અને માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી ગુન્હાઓમાં આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ હોય જ અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અન્વયે પ્રો. નાયબ પોલીસ અધિક્ષક  ડી.વી.કોડીયાતર  તેમજ પોલીસ સબ ઇન્સ. . એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્રારા તપાસ દરમ્યાન રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝના માલીકો તથા કપાસના દલાલોને વાળાઓને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગુન્હાની વિગત – આ કામના ફરીયાદી એ સને. ૨૦૧૫- ૨૦૧૬ માં કપાસ મણ ૨૨૫૦ જે એક મણ કપાસ નો ભાવ રૂ. ૧૦૧૫ લેખે કુલ કિં.રૂ. ૨૨,૮૩,૭૫૦/- નો આ કામના આરોપી મનસુખભાઇ પોલાભાઇ ધડુક તથા પોપટભાઇ પોલાભાઇ ધડુક નાઓ દલાલ થકી રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝ સાવરકુંડલાના માલીક આરોપી હારૂનભાઇ વલીભાઇ બીલખીયા તથા સાજીદ હારૂનભાઇ બીલખીયા વાળાઓને વેચેલ અને જે રૂપીયા ફરીયાદીને આપેલ નહી અને આ કામના આરોપીઓ હારૂનભાઇ, સાજીદ, મનસુખભાઇ , પોપટભાઇ  નાઓએ રૂપીયા HDFC બેંકમાં જમાં કરાવી દેશુ તેમ કહી સમાન ઇરાદો પાર પાડવા મીલાપીપણુ કરી કાવતરૂ રચી, ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઇ અને ફરીયાદી તથા સાહેદોના આધારકાર્ડ તેમજ ફોટાઓ લઇ HDFC બેંકમાં ખાતા ખોલાવી કોરી ચેક બુકમાં સહીઓ કરાવી આરોપી હારૂનભાઇ, સાજીદભાઇ એ તેની પાસે રાખી. અને સને. ૨૦૧૮ માં ફરીયાદી તથા સાહેદના નામે ICICI બેંક રાજકોટ શાખામાંથી નોટીસ આવતા જાણવા મળેલ કે, રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝના માલીક આરોપીઓ હારૂનભાઇ, તથા સાજીદભાઇ તથા દલાલ મનસુખભાઇ, તથા પોપટભાઇ, નાઓએ ખોટા કાગળો બનાવી, ફરીયાદીના નામે રૂપીયા- ૧૪,૦૦,૦૦૦/- ની તેમજ અન્ય સાહેદોના નામે કુલ રૂપીયા ૭૯,૦૦,૦૦૦/- ની લોન ફરીયાદી તથા સાહેદોની જાણ બહાર મેળવી લોનના રૂપીયા તેમજ ફરી.એ વેચેલ કપાસના રૂપીયા ૨૨,૮૩,૭૫૦/- ઓળવી જઇ તેમજ ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીડી અને વિશ્વાસધાત કરી ગુન્હો કર્યા જે આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. માં F.I.R NO. 11193053200692/2020 I.P.C કલમ- 406,409,420,465,467,471,120-B,34 મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) હારૂનભાઇ વલીભાઇ બીલખીયા ઉ.વ. ૫૫ ધંધો. વેપાર રહે. સાવરકુંડલા, રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝ
(૨) સાજીદ હારૂનભાઇ બીલખીયા ઉ.વ. ૩૬ ધંધો. વેપાર રહે. સાવરકુંડલા, રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝ
(૩) મનસુખભાઇ પોલાભાઇ ધડુક ઉ.વ. ૪૫ ધંધો. ખેતી રહે.ધજડી તા. સાવરકુંડલા
(૪) પોપટભાઇ પોલાભાઇ ધડુક ઉ.વ. ૫૫ ધંધો. ખેતી રહે.ધજડી તા. સાવરકુંડલા
આમ અમરેલી પોલીસ અધિક્ષક  નિર્લિપ્ત રાય  નાઓએ સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક  કે.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અન્વયે પ્રો. નાયબ પોલીસ અધિક્ષક  ડી.વી.કોડીયાતર  તેમજ પોલીસ સબ ઇન્સ.  એ.પી સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાઓ આરોપીઓને પકડ પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. હાલ ગુન્હાની તપાસ  પ્રો. નાયબ પોલીસ અધિક્ષક  ડી.વી.કોડીયાતર  સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહ્યા છે.

Follow Me:

Related Posts