fbpx
અમરેલી

અમરેલી મેવાસા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી ૮ ઇસમોને રોકડ રકમ, સ્‍વીફટ કાર તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૪,૪૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે વંડા પોલીસ સ્‍ટેશનનાં મેવાસા ગામ* માં રહેતા દેવકુભાઇ મનુભાઇ વિંછીયા પોતાના રહેણાક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવી, પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી, ગંજીપત્તાના પાના વડે તીન-પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોક્કસ બાતમી આધારે ગઇ કાલ તા.૧૪/૦૮/૨૦૨૦ નાંં રોજ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જુગાર ધામ પકડી પાડી, કુલ ૮ ઇસમો ને રોકડ રકમ, મોબાઇલ ફોન, સ્‍વીફટ કાર અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી વંડા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમો
દેવકુભાઇ મનુભાઇ વિછીંયા  ઉ.વ.૪૦, રહે.મેવાસા તા.સા.કુંડલા જી.અમરેલી
કાળુભાઇ રણછોડભાઇ રાદડીયાઉ.વ.૫૦ રહે.બગસરા ગોકુળ પરા તા.બગસરા મુળ રહે.માંડવડા તા.જી.અમરેલી
મહેબુબભાઇ કાસમભાઇ બેલીમ ઉ.વ.૪૨ રહે.ભાદરા  તા.મહુવા  જી.ભાવનગર
સુરપાલસિંહ લધુભા સરવૈયા ઉ.વ.૨૫ રહે.રાજપરા તા.જેસર જી.ભાવનગર
હિમ્મતભાઇ ગીરધરભાઇ ખુંટ  ઉ.વ.૬૦ રહે.પાલડી તા.ગારીયાધાર જી.ભાવનગર
ઇસ્માલભાઇ તાજુભાઇ ગાહા ઉ.વ.૩૫ રહે.મોટા આસરાણા તા.મહુવા જી.ભાવનગર
શાંતીભાઇ ચાપભાઇ ખુમાણ ઉ.વ.૬૫ રહે.મેવાસા તા.સાવર કુંડલા જી.અમરેલી
સંજયભાઇ નગીનદાસ જીંજુવાડીયા ઉ.વ.૪૭ રહે.અમરેલી લાઠીરોડ જલારામ નગર-૨ જી.અમરેલી
પકડાયેલ મુદામાલઃ
રોકડ રૂ.૧,૭૧,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૭ કિં.રૂ. ૨૬,૦૦૦તથા એક સ્વીફટ કાર કિ.રૂ.૨,૫૦,૦૦૦ તથા ગંજી પતાનાં પાના નંગ  ૫૨ કિં.રૂ.૦૦ તથા એક પાથરણુ કિ.રૂ.૦૦મળી કુલ રૂ.૪,૪૭,૩૦૦ નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts