fbpx
અમરેલી

બાબરા તાલુકાનાં કલોરાણા ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રકમ તથા મોટર સાયકલો તથા જુગારનાં સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧,૦૪,૬૦૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આજ રોજ તા.૧૬/૦૮/૨૦૨૦ નાં શરૂ રાત્રિના *બાબરા તાલુકાના કલોરાણા ગામે નિશાળ પાસે, સ્ટ્રીટ લાઇટના અંજવાળે કેટલાક ઇસમો ગંજી-પતાના પાના વડે પૈસાથી હારજીતનો તીન-પત્તીનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૭ ઇસમો રોકડ રકમ તથા મોટર સાયકલો તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમો
રમેશભાઇ દેવશીભાઇ મકવાણા ઉ.વ-૩૭ રહે.કલોરાણા તા-બાબરા
વિજયભાઇ સોમાભાઇ વાહાણી  ઉ.વ-૨૫ રહે.કલોરાણા તા- બાબરા
દાનાભાઇ રામભાઇ મીઠાપરા ઉ.વ-૫૫ રહે.લાલકા તા- બાબરા
ભરતભાઇ મોહનભાઇ વાધેલા ઉ.વ –૩૫ રહે.કલોરાણા તા- બાબરા
ધીરૂભાઇ લીંબાભાઇ રાઠોડ ઉ.વ- ૩૨ રહે.લાલકા તા- બાબરા
સુખાભાઇ હીરાભાઇ વાહાણી ઉ.વ- ૩૫ રહે. કલોરાણા તા-બાબરા
રમેશભાઇ ધોહાભાઇ જાદવ ઉ.વ- ૪૫ રહે.વાવડા તા-બાબરા
પકડાયેલ મુદામાલઃ
રોકડા રૂ.૫૯,૬૦૦ તથા બે મો.સા. કિ.રૂ.૪૫,૦૦૦તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિંરૂ.૦૦/૦૦ નાં મળી *કુલ કિં.રૂ.૧,૦૪,૬૦૦-નો મુદામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ..પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts