fbpx
અમરેલી

અમરેલીચાર વર્ષ પહેલા સગીર વયની બાળાનું અપહરણ કર્યા બાદ હત્યા કરી , લાશને દાટી દીધેલ તે ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

ચાર વર્ષ પહેલા સગીર વયની બાળાનું અપહરણ કર્યા બાદ હત્યા કરી , લાશને દાટી દીધેલ તે ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી. અધિક પોલીસ મહાનિદેશ . સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય , ગાંધીનગરનાઓ તરફથી ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા માટે તા .૦૬ / ૦૮ / ૨૦૨૦ થી તા .૨૦ / ૦૮ / ૨૦૨૦ સુધી દિન -૧૫ ની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવેલ . જે ડ્રાઇવ અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય  દ્વારા અમરેલી જિલ્લામાંથી ગુમ થયેલ બાળકોની વિગતો એકત્રિત કરી , આ બાળકો શોધી કાઢવા માટે અમરેલી જિલ્લા પોલીસને સુચના આપવામાં આવેલ હતી.અમરેલી જિલ્લામાંથી ગુમ થયેલ બાળકોની વિગતોનો અભ્યાસ કરતાં ધારી ટાઉનમાંથી સને ૨૦૧૬ માં અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ થયેલ ૧૪ વર્ષની બાળાની આજદિન સુધી કોઇ ભાળ મળેલ ન હોય , તેમજ અપહરણ થયા બાદના ચાર વર્ષના સમય ગાળા દરમ્યાન અપરણ થયેલ બાળાએ ક્યારેય પોતાના પરિવારના કોઇ સભ્યોનો સંપર્ક કરેલ ન હોવાથી આ બાળા સાથે કંઇક અઘટિત ઘટના ઘટેલ હોવાની શંકા જતાં અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા આ બાળાના અપહરણના ગુન્હાની તપાસ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટાને સોંપેલ અને અપહરણ થયેલ બાળાને શોધી કાઢવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે આધારે .આર.કે.કરમટા દ્વારા અમરેલી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ બનાવી , અપહરણ થયેલ બાળાના સગા – સબંધીઓ , પરિચિતો તથા આજુબાજુના વિસ્તારના રહીશોની પુછપરછ કરી , બાળાનું અપહરણ કરનાર અજાણ્યા આરોપી તેમજ ભોગ બનનાર બાળાને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ . તપાસ દરમ્યાન અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે અપહરણ થયેલ બાળા તેના જ વિસ્તારમાં રહેતાં એક યુવક સાથે વધુ પડતું હળી – મળીને વાત કરતી હતી , જે બાતમી આધારે શકમંદ યુવકને રાઉન્ડ અપ કરી , તેની સઘન પુછપરછ કરતાં તેણે જ પોતાના મિત્ર સાથે મળીને આ બાળાનું અપહરણ કર્યા બાદ તેણીનું ગળું દબાવી , તેની લાશને અન્ય બે મિત્રોની મદદથી દાટી દીધેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી . કે તપાસ દરમ્યાન ખુલવા પામેલ હકીકતઃ આ કામના આરોપી વિમલ વિનુભાઇ ભારોલા , રહે.મુળ ગામ ધારી , હાલ . શોભાવડલા , તા.વિસાવદર , જિ.જુનાગઢ વાળાની સાથે આ કામે ભોગ બનનાર હળી મળીને વાત કરતી હોય , જેને પ્રેમ માની આ કામના આરોપીએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી , ભોગ બનનારની સગીર વય અને અપરિપક્વતાનો લાભ લઇ , ભોગ બનનાર સગીરાને પ્રેમ જાળમાં ફસાવી , તેણીની સાથે અવાર નવાર શરીર સબંધ પણ બાધેલ હતો . ગઇ તા .૧૮ / ૦૮ / ૨૦૧૬ ના રોજ આરોપી વિમલ વિનુભાઇ ભારોલાએ પોતાના મિત્ર જયરાજ મંગાભાઇ બતાડા , રહે.ધારી સાથે મળી , ભોગ બનનાર સગીરાને ભગાડી જવાનું ગુનાહિત કાવત્રુ ઘડેલ , અને તે જ દિવસે સાંજે આરોપીઓ વિમલ તથા જયરાજએ ભોગ બનનાર સગીરાને લલચાવી , ફોસલાવી , વિમલના મો.સા. ઉપર બેસાડી , ભગાડીને લઇ જતી વખતે રસ્તામાં ભોગ બનનાર સગીરાએ આરોપી વિમલ સાથે જવાની ના પાડતાં અને પોતાને પાછા ઘરે મુકી જવાનું કહેતાં આરોપી વિમલ તથા જયરાજ સગીરાને સમજાવવાના બહાને ભાયાવદરથી આગળ જંગલ વિસ્તારમાં લઇ ગયેલ , ત્યાં વિમલે સગીરાને પોતાની સાથે ભાગી જવા સમજાવતાં સગીરા નહીં માનતાં , સગીરા , તેણીના ઘરના સભ્યોને પોતાનું નામ આપી દેશે તેવી બીક લાગતાં આરોપી વિમલે સગીરાને મોઢે હાથ વડે ડુચો દઇ , તથા હાથ પકડી રાખી , જયરાજએ સગીરાનું ગળું દબાવી , મોત નિપજાવી , લાશને ત્યાં બાવળીયામાં સંતાડી દઇ , બાદમાં ધારી પોત પોતાના ઘરે જતાં રહેલ અને રાત્રે આરોપી વિમલે પોતાના મિત્રો જયરાજ તથા હિતેષ ભનુભાઇ પાટડીયાને બોલાવી , લાશને દાટી દેવા માટે ત્રિકમ તથા પાવડો મેળવી , હિતેષના મોટર સાયકલ ઉપર લાશ સંતાડેલ તે જગ્યાએ જઇ , પુરાવાનો નાશ કરવા માટે સગીરાની લાશને વિમલ , જયરાજ અને હિતેષ એમ ત્રણેયએ મળીને ત્રિકમ અને પાવડા વડે જમીનમાં ખાડો કરી , દાટી દીધેલ અને પછી તથા ત્રિકમ અને પાવડો વિમલના ઘર નજીક આવેલ શેત્રુંજી નદીના પુનામાં નાંખી દઇ , પુરાવાનો નાશ કરેલ | હતો . ખોદકામ કરતો સીરાના અસ્થિો મળી આવેલ . | આરોપી વિમલ વિનુભાઇ ભારોલાએ આગળ ચાલી , સગીરાનું ગળું દબાવી . હત્યા કરેલ તે જગ્યા તથા સગીરાને દાટી દીધેલ તે જગ્યા બતાવતાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી ધારી તથા એફ.એસ.એલ. અધિકારીની હાજરીમાં આ જગ્યાએ ખોદકામ કરતાં માનવ અસ્થિઓ મળી આવેલ હતાં . મરણ જનાર સગીરાના અસ્થિઓને પી.એમ. તથા સાયન્ટીફીક | તપાસણી માટે ફોરેન્સિક સાયન્સ ડીપાર્ટમેન્ટ , સર ટી . હોસ્પિટલ , ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલનો મુખ્ય સુત્રધાર .. | વિમલ વિનુભાઇ ભારોલા , ઉ.વ .૨૩ , ધંધો . ફેબ્રિકેશનનું કામ , રહે.મુળ ગામ ધારી , પ્રેમપરા , પોસ્ટ ઓફિસ પાસે . તા.ધારી , | જિ.અમરેલી , હાલ . શોભાવડલા , બગસરા રોડ ઉપર આવેલ ભરડીયા પાસે , તા.વિસાવદર , જિ.જુનાગઢ ઉપરોક્ત આરોપીની ધરપકડ કરી . નામ.સ્પેશયલ પોક્સો કોર્ટ , સાવરકુંડલા સમક્ષ રજુ કરી , વધુ તપાસ માટે દિન -૩ ના પોલીસ રીમાન્ડ મેળવવામાં આવેલ છે અને તપાસ દરમ્યાન અન્ય બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવેલ છે . 9 પકડાયેલ અન્ય આરોપીઓ ( ૧ ) જયરાજ મંગાભાઇ પરમાર ( બાડા ) , ઉ.વ .૨૩ , રહે.ધારી , પ્રેમપર , ( ર ) હિતેશ ભનુભાઇ મકવાણા ( પાટડીયા ) , ઉં.વ .૨૨ , રહે.ધારી , આબલી શેરી આમ , ચાર વર્ષ સુધી સગીરાના થયેલ અપહરણનો ભેદ નહીં ઉકેલાતાં આરોપીઓ નિશ્ચિત બની ગયેલ હતાં પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરી , આરોપીઓ શોધી કાઢી , સત્ય બહાર લાવી , વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરેલ છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક.નિર્લિપ્ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ | અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન , મોરી તથા પો.સ.ઇ ,.ડી.એ તુવર તથા અમરેલી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts