fbpx
અમરેલી

અમરેલીના ખાડારાજ સામે કોંગ્રેસનો નવતર વિરોધ, રોડ રસ્તા પર મસ મોટા ખાડામાં કર્યું વૃક્ષારોપણ

અમરેલી નગરપાલિકાના તંત્રની શહેરના બિસમાર રોડ રસ્તા માટે હદ વગરની લાપરવાહી  લોકજાગૃતિ ની  ખૂબ જ જરૂરિયાત છે ત્યારે હંમેશા સુઇ રહેતી અમરેલી નગરપાલિકાના તંત્રને જગાડવા માટે રાજ્ય સરકારના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીના લઘુબંધુ અને અમરેલી નગરપાલિકાના વિપક્ષ નેતા સંદીપભાઈ ધાનાણી દ્વારા એક નવતર વિરોધ શહેર ના ચક્કરગઢ રોડ પર કરવામાં આવ્યો હતો. અમરેલી શહેર કોંગ્રેસ દ્વારા આ નવતર વિરોધમાં ચક્કરગઢ રોડ રસ્તા પર જ્યાં જ્યાં મસ મોટા ખાડા પડી ગયા છે ત્યાં ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આવો કદાચ પહેલી જ વાર નવતર પ્રયોગ અમરેલીમાં કરવામાં આવ્યો હશે. ખરેખર અત્યારે શહેરના લગભગ બધા જ મુખ્ય રસ્તાઓ મસ મોટા ખાડાઓ સાથે ખૂબ જ ખખડધજ થઈ ગયા છે ત્યારે ચોમાસામાં ભારે વરસાદથી તે ખાડાઓમાં પાણી ભરાઈ ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ આશા રાખીએ કે કોંગ્રેસ ના વિપક્ષ નેતા સંદીપ ધાનાણીના આ નવતર વિરોધ પ્રદર્શનથી કદાચ સુઈ રહેલી અમરેલી નગરપાલિકા જાગે તો સારું નહિતર પાછા હતા ત્યાં ને ત્યાં જ આમ જ ચાલે છે અમરેલી નગરપાલિકાનું તંત્ર લોલમલોલ

Follow Me:

Related Posts