અમરેલી,આર.ટી.ઓ.કચેરી દ્વારા GJ 14 AS ની સીરીઝના બાકી નંબરો માટે રી-ઈ-ઓક્શનની પ્રક્રિયા ૧૯ ઓગસ્ટથી શરુ થશે
દ્વિચક્રી મોટર સાયકલ માટેની સીરીઝ GJ 14 AS 00001 to 9999 ની બાકી રહેલ નંબરો માટે રી ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે ૧૯/૮ થી ૨૨/૮ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા: ૨૩/૮ થી ૨૪/૮ સુધીમાં બિડિંગ કરવાનું રહેશે અને ઈ-ઓકશન નું પરિણામ તા: ૨૪/૮ ના ૧૮ કલાકે જાહેર થશે.
ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનાર અરજદારે http://parivahan.gov.in/
હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળગણી બાકીનાં નાણા દિન-૫ (પાંચ) મા ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ.કે ઈ-મેઈલથી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પધ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના રહેશે. એટલે કે, નેટ બેંકીગ, ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ થી ચુકવણું કર્યું હોય તે જ મોડ થી નાણાં અરજદારના તે જ ખાતામાં એસ.બી.આઈ. ઈ-પેમેન્ટ દવારા પરત કરવામાં આવશે. આ હેતું માટે ઓનલાઈન એમ.આઈ.એસ.પી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવાની રહેશે.
વધુમાં ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે નો વિડીયો યુ-ટયુબમાં ઈ–ઓકશન, આર.ટી.ઓ. ગુજરાત સર્ચ કરવાથી વિડીયો મેળવી શકાશે.તેમજ વધુમાં ઈનવોઈસ અથવા વિમાની તારીખ બે માથી જે વહેલા હોય તો તારીખ થી સાત દિવસ થયા હોય તેવા વાહન માલિકો જ ઓકશનમાં ભાગ લઈ શકશે.વધુ માહિતી માટે કચેરીના હેડ કલાકૅશ્રીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવે છે.
Recent Comments