fbpx
અમરેલી

અમરેલી ના અનમોલ રત્ન અશોકભાઈ ગજેરા ને જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ દ્વારા બેસ્ટ પરફ્રોર્મર રાષ્ટ્રીય સર્ટિફિકેટ એનાયત મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રસંસા

અમરેલીના અનમોલ રત્ન હાલ મુંબઈ સ્થિત ડાયમંડકિંગ અશોક ગજેરાને જેમ્સ એન્ડ જવેલરી કાઊન્સિલ દ્વારા પારિતોષિક જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લમી ડાયમંડ કુ.પ્રા.લિ.નાં માલિક , ડાયમંડકિંગ અશોક ગજેરાને બેસ્ટ પરફોર્મરનું રાષ્ટ્રિય સર્ટિફિકેટ આપીને તેનું સન્માન કરાયું . – અમરેલીનાં વતની ઉધોયપતિ અશોક ગજેરા કાઊન્સિલમાં મહારાષ્ટ્ર રિઝિયનમાં ચેરમેન પણ છે . શ્રી ગજેરાને મહારાષ્ટ્રના મુખ્ય.મંત્રીશ્રી ઉદ્ધવ ઠાકરે એ પણ અભિનંદન પાઠવ્યા હતા  જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલના માધ્યમથી રત્નકલાકારો , જવેલરી કારીગરો , સુવર્ણક્ટરો તથા સમગ્ર કાઉન્સિલમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કાઉન્સિલનાં ચેરમેન પ્રમોદ અગ્રવાલ દ્વારા અશોકભાઈ ગજેરાને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા . અમરેલીના વતની તથા કેળવણીકાર , વતનના રતન  વસંતભાઈ ગજેરાના લઘુબંધુ એવા લક્ષ્મી ડાયમંડ કા.પ્રા.લિ. મુંબઈના એમ.ડી. તથા જેમ્સ ઍન્ડ જવેલરી પ્રમોશન કાઊિન્સિલ ઓફ ઈન્ડિયામાં મારાષ્ટ્ર રિઝિયનમાં ચેરમેનના પદ પર રહેલ યુવા હીરાઊદ્યોગપતિ ડાયમંડકિંગ અશોકભાઈ ગજેરાને જેમ્સ એન્ડ જવેલરી કાઊન્સિલ દ્વારા કાઉન્સિલનાં ચેરમેન શ્રી પ્રમોદ અગ્રવાલનાં હસ્તે શ્રી અશોકભાઈ ગજેરાના શિક્ષણ , પર્યાવરણ , જરૂરિયાતમંદોને મદદ , લોકડાઉનનાં સમયમાં રત્નકલાકારો , જવેલરી કારીગરો , નાના ફેકટરી માલિકો વિ.ને કાઊન્સિલનાં માધ્યમથી મદદરૂપ થઈને સમગ્ર કાઉન્સિલના ચાર ઝોનમાં મહારાષ્ટ્ર ઝોનમાં ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતા , અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ગજેરા ૧૯૯૨ થી ફેમીલી ટ્રસ્ટ કેળવણીકાર વસંતભાઈ ગજેરા દ્વારા સ્થાપીત ગજેરા ટ્રસ્ટ , ગજેરા સંકુલ , શાંતાબા મેડીકલ કોલેજ , એન્જિનિયરીંગ કોલેજ તથા વિધાસભા વિકાસ વિભાગમાં પણ ટ્રસ્ટી છે તથા જરૂરિયાતના સમયમાં તેમના દ્વારા ખૂબજ મોટો આર્થિક સહયોગ મળે છે ત્યારે જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલમાં રિઝિયન ચેરપર્સન તરીકેની  અશોકભાઈ ગજેરાની કામગીરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાહેબે પણ મુકત મને પ્રસંશા કરીને  ગજેરાને અભિનંદન આપ્યા હતા .અમરેલીના વતની  અશોક ગજેરાની આ સિધ્ધિથી સમગ્ર જિલ્લામાં ખૂશી પ્રસરી ગઈ છે તથા અશોક ગજેરા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે .

Follow Me:

Related Posts