fbpx
અમરેલી

અમરેલી : વાવડી ગ્રામ પંચાયત દ્રારા કોરોના વોરીયસનુ સન્માન કરવામા આવ્યુ

વાવડી ગ્રામ પંચાયત દ્રારા કોરોના વોરીયસનુ સન્માન કરવામા આવ્યુ.જેમા વાવડી સબ સેન્ટર ના ફિમેલ હેલ્થ વર્કર આશાબેન શિયાળ કે જેવો પોતાના હેડ કવાર્ટર પર 24-7 રહી પોતાના ફેમેલી થી દુર રહી કોરોના વોરીયસ તરીકે ફરજ નીભાવી રહયા છે વાવડી સબ સેન્ટરમા mphw તેમજ cho ne બીજે ઓર્ડર થયેલ હોય પોતે એકલા આશાવર્કર ને આંગણવાડી વર્કર ની મદદ થી આખુ સબ સેન્ટર સંભાળી રહેલ છે.આ અગાઉ એક પરીપત્ર થયેલ જેમા હેનડીકેપ ને 15 દિવસ ની  કામમાથી મુકિત આપવામા આવેલ પરંતુ ત્યારે રજાનો લાભ ના લેતા તેમણે કહેલ અત્યારે મારો દેશ મુશ્કેલી મા છે તો હુ આરોગ્ય કર્મચારી તરીકે આરામ ના કરી શકુ તેમણે 15 દિવસ ની રજા જતી કરી હાલ આ કામગીરી ને બિરદાવતાગામના સરપંચ શ્રી અંબાબેન રાદડીયા
તલાટી કમ મંત્રી.હરજીભાઇ બાવળીયા તેમજ સમસ્ત ગામ દ્વારા આરોગ્ય વર્કર આશાબેન શિયાળ તેમજ કેતનભાઈ તેમજ mphw કલ્પેશભાઈ, અને આંગણવાડી વર્કર લતાબેનને અને   પોપટાણી તેમજ આશાવર્કર દયાબેન કુબાવત અને હિનાબેન કોચરા નુ  પ્રમાણપત્ર અને સાડી આપી સન્માન કરવામા આવેલ

Follow Me:

Related Posts