fbpx
અમરેલી

અમરેલી શહેરમાં વિનાશક દ્રશ્‍યોથી શહેરીજનો ત્રાહીમામ

પાલિકામાં ભાજપનું હોય કે કોંગ્રેસનું શાસન સમસ્‍યા દુર થતી નથી  શહેરનાં મતદારો છેલ્‍લા 30 વર્ષથી ભાજપ-કોંગ્રેસને અવારનવાર શાસન સોંપતા હોય સમસ્‍યા કોઈ દુર કરી શકતું નથી  છેલ્‍લા 30 વર્ષમાં એક હજાર કરોડ રૂપિયા વિકાસ માટે આવ્‍યા અને કયાં ગયા તેની કોઈને ખબર નથી  બિસ્‍માર માર્ગો, અપુરતી સ્‍ટ્રીટલાઈટ, રખડતા પશુઓ, ગંદકી સહિતની સમસ્‍યાઓ વિકરાળરૂપ ધારણ કરી રહી છે ગુજરાત રાજયને પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર સ્‍વ. ડો. જીવરાજ મહેતાનાં સ્‍વપ્‍નસમી અમરવલ્‍લી અમરેલી શહેરમાં આઝાદીનાં 73 વર્ષ બાદ સમસ્‍યાઓ વિકરાળ બની જતાં શહેરીજનો તોબા પોકારી ચુકયા છે. શહેરનાં નાગરિકો છેલ્‍લા 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસને પાલિકાનું શાસન સોંપી રહૃાાં હોવા છતાં બન્‍ને પક્ષો ઘ્‍વારા વિકાસને લઈને કોઈ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી નથી. ભાજપનું શાસન હોય તો કોંગ્રેસ અને કોંગ્રેસનું શાસન હોય તો ભાજપ ઘ્‍વારા માત્ર શહેરીજનોને ગેરમાર્ગે દોરવા અવનવા આંદોલનનું માત્ર નાટક કરવામાં આવી રહૃાું છે.  શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદનાં કારણે મોટાભાગનાં રાજમાર્ગો તેમજ રહેણાંક વિસ્‍તારોનાં માર્ગો બિસ્‍માર બની ગયા છે, મોટાભાગનીસ્‍ટ્રીટલાઈટ બંધ જોવા મળે છે, શહેરમાં રખડતા પશુઓ જાહેર માર્ગ પર અડિંગો જમાવીને અકસ્‍માતને નોતરી રહૃાા છે તો ગંદકીની સમસ્‍યા પણ જોવા મળી રહી છે.  શહેરમાં વિકાસકાર્યો માટે છેલ્‍લા 30 વર્ષમાં એક હજાર કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ આવીને કયાં ગઈ તેનો કોઈ અતોપતો જોવા મળતો નથી. શાસકો ભાગબટાઈ કરીને આર્થિક રીતે સઘ્‍ધર બની ગયાનું સૌ કોઈ માની રહૃાું છે. શહેરમાં મહિનાઓ સુધી સ્‍ટ્રીટલાઈટ બંધ રહે કે માર્ગમાં ગાબડા જોવા મળે, જાહેર માર્ગો પર રખડતા પશુઓ જોવા મળે કે ગંદકીનાં ગંજ જોવા મળે છતાં તેની કોઈની જવાબદારી નકકી કરવામાં આવતી નથી. વેરા ઉઘરાવવા માટે ઢોલ વગાડતા શાસકો સુવિધા આપવામાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જાય છે. આગામી મહિનાઓમાં પાલિકાની સામાન્‍ય ચૂંટણી યોજાઈ રહી હોય છતાં પણ શાસકો ઘ્‍વારા જનસમસ્‍યા દુર કરવામાં આવતી નથી. તેવા સમયે આમ આદમી પાર્ટી ઘ્‍વારા નાથાલાલ સુખડીયાનાં નેતૃત્‍વમાં માર્ગોનાં ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને શાસકો પર જબ્‍બરો કટાક્ષ કરવામાં આવી રહૃાો છે.

Follow Me:

Related Posts