fbpx
અમરેલી

૧૯ ઓગસ્ટ – ફોટોગ્રાફી ડે-જિંદગીની ખાસ ક્ષણો કેદ કરી સંઘરવાનો દિવસ

 

ફોટોગ્રાફી એટલે એક એવી કળા કે જિંદગીની કેટલીક ખાસ ક્ષણોને કેમેરામાં કેદ કરી તેને હંમેશા હંમેશા માટે સંઘરી રાખવી. આમ તો, દર વર્ષે ૧૯ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે' મનાવવામાં આવે છે. આ દિવસ તમામ ફોટોગ્રાફર મિત્રોને સમર્પિત છે. એક સમય હતો જ્યારે લોકો પાસે કેમેરો ન હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં લોકો ફોટો પડાવવા માટે કેટલાય કિલોમીટર દૂર ફોટો સ્ટૂડિયોમાં જતા. પરંતુ આજના સમયમાં લગભગ બધા જ લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઇલ હોય છે જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે તેને પોતાની પાસે હંમેશા માટે સાચવીને રાખી શકે છે. જિલ્લા માહિતી કચેરીના ફોટોગ્રાફર શ્રી મધુસુદન ધડુક દ્વારા ખેંચાયેલી આ તસવીર અમરેલીના દરિયાકાંઠા વિસ્તારની છે. મધદરિયે લહેરોની વચ્ચે હિલોળા લેતી આ નાવડી એના લક્ષ્ય તરફ આગેકૂચ કરતી નજરે પડે છે. આજે આ ટેકનોલોજીના વધતા જતા
વ્યાપની વચ્ચે કેટલીક જૂની-પુરાણી વ્યવસ્થાઓ, પ્રક્રિયાઓ એવર-ગ્રીન છે. એવી જ રીતે અવનવા મોબાઈલ ફોનના કેમેરામાંમેગાપિક્સલોના વધતા આંકડાની વચ્ચે હાથમાં મસમોટો કેમેરો પકડી ફોટોગ્રાફી કરવાની મજા જ કંઈક ઓર છે!

Follow Me:

Related Posts