fbpx
અમરેલી વિડિયો ગેલેરી

ભારે વરસાદ પડવાથી અતિવૃષ્ટિ ના કારણે તલના ઉભા પાકોને થયેલ નુકશાની નું ૧૦૦% વળતર ચુકવવા મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને  પત્ર પાઠવી ને રજૂઆત કરતા ધારાસભ્ય  પ્રતાપ દુધાત

હાલ ચાલુ વર્ષે ગુજરાતભરમાં  છેલ્લા એક માસ થી સતત વરસાદ પડી રહેલ છે. કુદરતની મહેરબાની વરસી રહી છે, પરંતુ અતિ ભારે વરસાદ થી અતિવૃષ્ટિ થવા પામેલ છે, જેમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં સીઝનલ પાકોનું વાવતેર કરવામાં આવેલ છે, જેમાં તલ નાં ઉભા પાકનું ધોવાણ થયેલ છે ને ખેડૂતોને ખુબજ  નુકસાન થયેલ છે. ખેડૂતો ને હાલ કોરોના ની મહામરી થી ત્રસ્ત થયેલ છે. નાણાભીડ અને સંકડામણ અનુભવી રહ્યા છે ત્યારે કુદરત ના આ અતિવૃષ્ટિ જેવી આફત આવી પડતા જગત નાં તાતની સ્થિતિ અંત્યત કફોડી થવા પામેલ છે ત્યારે ગુજરાત ભરના ખેડૂતો નાં તલ નાં ઉભા પાકોને ખુબજ નુકશાની થવા પામેલ છે. જેથી જગતના તાત ની હાલત કફોડી અને દયનીય બનવા પામેલ છે.જેથી આ અંગે ગુજરાત નાં ખેડૂતોને તેમાંના પાક તલ નાં થયેલ નુકશાની નું સર્વે કરાવી ૧૦૦ % વળતર આપવા માટે માન મુખ્યમંત્રી  તથા કૃષિમંત્રી ગુજરાત  રાજ્ય ને લાગણી અને માંગણી  સાથે ની ધારાસભ્ય પ્રતાપ  દુધાત દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts