fbpx
અમરેલી

રાજુલાનાં નાયબ મામલતદાર વિરૂદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવા માંગ : ધારાસભ્‍ય ડેરે રજૂઆત કરી

રાજુલા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અંગે અનેક ફરિયાદ ઉઠી છે. લોકો પ્રત્‍યે તેમનું વર્તન અભદ્ર, નિમ્‍ન કક્ષાનું છે. સામાન્‍ય અને ગરીબ લોકો જયારે પોતાનું રાશનકાર્ડ રીન્‍યુ કરાવવા, સુધારો કરાવવા, નામ કમી કરાવવા કે નામ ચડાવવા તેમજ સાયલેન્‍ટ રાશન કાર્ડને એકટીવ કરાવવા વિગેરે કામો માટે લોકો જાય છેત્‍યારે તેઓને અપમાનીત કરી કાઢી મૂકવામાં આવે છે. તેમના રાશનકાર્ડને ફેંકી દેવામાં આવે છે. આટલુ ઓછું ન હોય ઘણી વખત ફાડી નાખે છે. ઘણા ગરીબ લોકો જેમની પાસે પોતાના ગામથી આવવા-જવા ટિકિટના પૈસા પણ પૂરા નથી હોતા તેવા લોકોને વારંવાર ધકકા ખવરાવી હેરાન કરે છે. જો કોઈ રજૂઆત કરે તો તેમની સાથે ખૂબ જ ઉઘ્‍ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. જિલ્‍લાના અમુક અધિકારી પાસેથી સાંભળવા મળતી વાત કે કે આ કર્મચારીએ જયાં ભૂતકાળમાં સર્વિસ કરી છે ત્‍યાં તેમના રેકર્ડ ખૂબ જ ખરાબ છે. આવી માનસિકતા ધરાવતા વ્‍યકિતને કારણે સામાન્‍ય અને ગરીબજનોનું શોષણ અને અપમાન થઈ રહયું છે તે બાબત ખૂબ જ ગંભીર અને નીંદનીય છે. આમ છેલ્‍લા છ માસથી મૌખિક રજૂઆત જિલ્‍લા કલેકટરને કરી રાજુલા નાયબ મામલતદારની અન્‍યત્ર બદલી કરી રાજુલા શહેર અને આસપાસના વિસ્‍તારને તેમના ત્રાસમાંથી મુકત કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

Follow Me:

Related Posts