fbpx
અમરેલી

અમરેલીમાં નિરાધાર વૃદ્ધો માટે શ્રવણ પ્રસાદ સેવા કેન્‍દ્ર આશિર્વાદરૂપ

શ્રવણ પ્રસાદ સેવા કેન્‍દ્ર જેઓ અમરેલીમાં વૃઘ્‍ધો, અશકત, હાથે રસોઈ કરી શકતા ન હોય તેવા વડીલોને ઘર બેઠા ભોજન પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરે છે. જે નિઃસ્‍વાર્થ અને માત્ર સેવા ભાવ સાથે કાર્ય કરે છે. અમરેલીની સેવાભાવી વ્‍યકિતઓની હુંફ સદા રહેલી છે. ગત તા.1ર/8ના રોજ નિલેશભાઈ ઝાલાવાડીયાનો જન્‍મ દિન આ વડીલો સાથે ઉજવી એક નવી દિશા કંડારેલ છે. બપોરે લગભગ 8પ જરૂરિયાત મંદોને ભાવ વંદના સાથે મિષ્‍ટાન તથા ફરસાણની સેવા સાથે વડીલોના રૂબરૂ આશિર્વાદલીધેલા. સંસ્‍થાની મુલાકાત તેમના પરિવાર સાથે લઈ રાજીપો વ્‍યકત કરેલ. તેમજ મેહુલભાઈ દેસાઈના મિત્ર જેઓ અમેરિકા રહે છે. તેમને આ સંસ્‍થાની સેવા વિશે અવગત કરતા તેમણે આંગળી ચિંઘ્‍યાના પૂણ્‍ય જેવું કાર્ય કરેલ. સંસ્‍થાને જરૂરી સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી. તેમ રતિલાલ જાદવના મિત્ર જે લંડન ખાતે હાલ નિવાસ કરતા યોગેશભાઈ માધાની દ્વારા સંસ્‍થાને એક લાખ જેટલી માતબર રકમનું યોગદાન આપેલ છે. આ સંસ્‍થાને પોતાના મકાનની ખાસ જરૂર હોય તે માટે પણ યોજના ઘડાઈ રહી છે. આ સંસ્‍થા સિનિયર સિટીઝન માટે મેડિકલ સેવા ટૂંકમાં શરૂ કરવા જઈ રહી છે. ત્‍યારે બપોરે 80 થી 8પ જેટલા વૃઘ્‍ધ વડીલોની ક્ષુધા તૃપ્‍ત કરવા કાર્યરત છે. હજુ પણ સંખ્‍યામાં વધારો થયા કરે છે. પરંતુ માનવ શકિતની ઉણપ રહે છે. તમામ નિવૃત વ્‍યકિતઓને નમ્ર વિનંતી ચાલો આપણે થોડુ ભાથુ બાંધીએ આપણાથી થાય તેટલી સમાજની સેવા કરીએ આપને જેટલો પણ સમય મળે ત્‍યારે આ સંસ્‍થા નિમંત્રણ આપે છે. તેમજ હજુ પણ સિનિયર સિટીઝનો માટે ઘણી પ્રવૃતિઓ આ સંસ્‍થા વિચારી રહી છે. આપના વિચારો, સુઝાવ તથા સેવા પ્રવૃતિ જણાવવા વિનંતી. એક સેવાયજ્ઞીએ ચિતલ રોડ, ગાયત્રી મંદિર રોડ, ગુરૂકૃપા નગર, શેરી નં.-1, બ્‍લોક નંબર 100 પર એ પર સેવા કેન્‍દ્ર માટે ઈશ્‍વરીય ઈચ્‍છાએ ઉપયોગ માટેઆપેલ છે. સંસ્‍થાને હંમેશા હુંફ આપતા તમામ સેવાયજ્ઞીઓનો આભાર સાથે અન્‍નદાન એ મહાદાન રામ હંમેશા રાજી રાખશે. વૃઘ્‍ધોની સંવેદનાને સાથ આપવાનો નમ્ર પ્રયાસ છે.

Follow Me:

Related Posts