fbpx
અમરેલી

છેલ્લાં એકાદ વર્ષથી અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સાવર કુંડલા ડીવીઝન

મ્હે. પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૬/૦૮/૨૦૨૦ થી તા.૨૦/૦૮/૨૦૨૦ સુધીની ૦ થી ૧૮ વયના ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનારને શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે
નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગ બનનાર તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે કે.જે.ચૌધરી  નાયબ પોલીસ અધિક્ષક સા.કુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ સ્પેશ્યલ સ્કવોર્ડ ની રચના કરેલ હોય તેઓ ના માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.એચ. સેગલીયા તથા એ.એસ.આઇ. હિંગરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રણધીરભાઇ વાળા તથા પો.કોન્સ. મીતેષભાઇ વાળા તથા બ્રીજરાજસિંહ વાળા તથા મહિલા પો.કોન્સ. કિરણબેન બોરીચા એ રીતેનાઓની ટીમ દ્રારા *ધારી પો.સ્ટે. ફ.ગુ.રજી નં.૫૧/૨૦૧૯ IPC કલમ- ૩૬૩,૩૬૬ તથા પોકસો કલમ.૧૮ વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં છેલ્લાં એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢેલ.
ગુન્હાની વિગત: આ કામે ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપીએ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ.
પકડાયેલ આરોપી:
જગદીશ ઉર્ફે જગો પ્રેમજીભાઇ બારૈયા (કોળી) ઉ.વ.-૨૧ ધંધો-હીરા ઘસવાનો રહે. સાજીયાવદર તા.જી.અમરેલી મૂળગામ- આંબલીયાળા તા.ખાંભા જી.અમરેલી વાળાને આજરોજ તા.૨૦/૦૮/૨૦૨૦ ના રોજ મળી આવતાં ઘટતી કાર્યવાહી કરવા ધારી પો.સ્ટે. ને સોંપવા તજવીજ કરેલ.
આમ,  નિર્લિપ્ત રાય  પોલીસ અધિક્ષક  અમરેલીનાઓની સુચનાથી   કે.જે.ચૌધરી  નાયબ પોલીસ અધિક્ષક સા.કુંડલા વિભાગ- સાવરકુંડલા નાઓના માર્ગદર્શન મુજબ સ્પેશ્યલ સ્કવોર્ડ સાવર કુંડલા ડીવીઝન ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.એચ.સેગલીયા નાઓ દ્રારા ગુમ અપહરણ થયેલ બાળકો શોધવાની સ્પેશયલ ડ્રાઇવ દરમ્યાન ભોગ બનનાર બાળકી તથા ભોગ બનનારનુ અપહરણ કરનાર આરોપી ને શોધી કાઢેલ

Follow Me:

Related Posts