fbpx
અમરેલી

ધારી ખાતે સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ના પ્રણેતા કુ પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક.
ધારી ખાતે બજરંગ ગ્રૂપ દ્વારા કરોના મહામારીમાં સતત લોકો વચ્ચે રહી લોકો ની સેવા મા ભોજન તથા અન્ય સેવામાં ગ્રૂપ ના કાર્યકરો સતત ખડેપગે જે સેવા કરી છે તે બદલ ઉર્વીબેન ટાંક તથા ભરતભાઇ ટાંક દ્વારા ગ્રૂપ ના સભ્યો નું સન્માન કરી બિરદાવ્યા
બજરંગ ગ્રૂપ ધારી દ્વારા  રાહત દરે સંચાલિત  હનુમંત હોસ્પિટલ ની મુલાકાત લઈ માહિતી મેળવી. બજરંગ ગ્રૂપ ના તમામ સભ્યો ની સેવાને બિરદાવી..
આજ સાથે આવનારા દિવસોમાં રાજકીય સામાજિક આરોગ્ય  શેક્ષણિક ક્ષેત્રે તથા ધારી અને આજુબાજુ ના વિસ્તારમાં પર્યટન વધારવા અને રોજગાર લક્ષી નવી તકો ઉભી, થાય એ માટે સરકાર માં  રાજુવાત કરી, માગણી કરી અને સરકાર તરફથી વધુ માં વધુ સાથ સહકાર મળે તે બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણના કરી.
ધારી અને આજુબાજુ નો વિસ્તાર જે ઈકો સેન્સેટિવ ઝોન હોવાથી કાગળ ની કાર્યવાહી અને જરૂરી મંજૂરી મેળવવા બાબતે જે હાલાકી અને તકલીફ પડે છે એમાં  સરળતા લાવી નાગરિકો ને સરળતા પડે તે માટે સરકાર વહેલી તકે યોગ્ય પગલાં લે એ ભાવના સાથે વિચારો ની આપલે કરી.
આ મુલાકાત માં ઉપસ્થિત પ્રમુખ પરેશભાઈ પટ્ટણી.દ્રુગેશ ભાઈ ઢોલરીયા, વિજય ચોટલીયા અમરેલી
સંજયભાઈ જોષી,મયુરભાઈ જોષી,દર્શિતભાઈ કોઠારી, ગોપાલભાઈ પરમાર, ભરતભાઈ મકવાણા, જયેશભાઇ નાંઢા,
દિનેશભાઇ લુણાગરિયા,
પ્રતિકભાઈ વધાવા,ભીખુભાઇ ગેડીયા,જીકાભાઈ ઠાકર,
ચારલીભાઈ વેગડ, ગિરધર ડોંગા, ફિરોજખાન તથા સભ્યો હજાર રહ્યા હતા

Follow Me:

Related Posts