fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકએ ભયજનક ઇસમો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું .

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકએ ભયજનક ઇસમો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું . જાફરાબાદનો ભયજનક ઇસમ પાસા તળે સુરત મધ્યસ્થ જેલમાં ધકેલાયા અમરેલી પોલીસ અધિક્ષક . નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્લાના શરીર – સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરી , જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે અને ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને તે માટે પાસા – તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી . દ્વારા ભય જનક ઇસમ રામજીભાઇ રાણાભાઇ બાંભણીયા , ઉ.વ .૫૪ , રહે . જાફરાબાદ , ખારવાવાડ , નવઘરા બજાર વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્ત તૈયાર કરી , પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટઅમરેલીનાઓ તરફ મોકલી આપેલ , આવા ભયજનક ઇસમની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક નાઓએ ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય ની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ..આર.કે.કરમટા તથા પો.સ.ઇ..પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ઉપરોક્ત ઇસમને પાસા વોરંટની બજવણી કરી , લાજપોર મધ્યસ્થ જેલ , સુરત ખાતે અટકાયતકમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે . કે ભયજનક ઇસમ રામજી રાણાભાઇ બાંભણીયાનો ગુન્હાહિત ઇતિહાસઃ રામજી રાણાભાઇ બાંભણીયા ખારવા જ્ઞાતિના કમીટીના સભ્ય હોય , ખારવા જ્ઞાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપી , બળજબરીથી કઢાવી લેવાના તથા લોકડાઉન દરમ્યાન બોટના ખલાસીઓને પગાર આપવાના મુદ્દે ગેરકાયદેસર મંડળી રચી , ફરિયાદી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલા કરવાની એમ.ઓ. ધરાવે છે . ઉપરોક્ત આરોપી | વિરૂધ્ધ છેલ્લા બે વર્ષમાં નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે . ( ૧ ) જાફરાબાદ મરીન પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૦૬/૨૦૧૯ , ઇ.પી.કો. કલમ ૧૪૯ , ૩૮૪ , ૩૮૫ , ૩૪ ( ર ) જાફરાબાદ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૦૦૪૮૨ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૪૩ , ૧૪૮ , ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એપેડેમિક ડીસીઝ એક્ટ કલમ ૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૧ ( બી ) આવા ભયજનક ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજીક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે

Follow Me:

Related Posts