fbpx
અમરેલી

બાબરા પો.સ્ટે., વિસ્તારમાંથી જુગાર રમતા ૫ (પાંચ) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.૭૫,૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક  નિર્લિપ્‍ત રાય  નાઓ જીલ્‍લામાંથી જુગારની બદીને સદંત્તર દુર કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ તા.૨૦/૦૮/૨૦૨૦ નાં બાબરા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, બાબરા ટાઉનમાં મહેશભાઇ પરબતભાઇ કરકર રહે.બાબરા, પરવાડીયા વાડી તા.બાબરા, વાળાનાં રહેણાંક મકાનની બાજુમાં આવેલ જાહેર બજારમાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે કેટલાક ઈસમો પૈસા પાના વડે તીન પતી નામનો હાર-જીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા પાંચ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
રમેશભાઇ શામજીભાઇ પરવાડીયા, ઉવ.-૩૫, ઘઘો-હીરા ઘસવાનો,
મહેશભાઇ પરબતભાઇ કરકર, ઉવ.૨૮, ધંધો.હીરાઘસવાનો,
કલ્પેશભાઇ જેરામભાઇ કરકર, ઉવ.૩૩ ધંધો.એબ્રોડરીનું મશીન ચલાવવાનો,
હીતેષભાઇ દેવરાજભાઇ દેતરોજા, ઉવ.-૨૫, ઘંઘો-હીરાઘસવાનો, રહે.
યોગેશભાઇ વલ્લભભાઇ કરકર, ઉવ.-૩૮, ઘંઘો-હીરાઘસવાનો, રહે. તમામ બાબરા, બસ સ્ટેન્ડ, પાછળ, રાણા દાદા રો-હાઉસની બાજુમાં તા.બાબરા, જી.અમરેલી.
પકડાયેલ મુદામાલઃ
મજકુર પકડાયેલ પાંચેય ઇસમો બાબરા ટાઉનમાં મહેશભાઇ પરબતભાઇ કરકર રહે.બાબરા, પરવાડીયા વાડી તા.બાબરા, વાળાનાં રહેણાંક મકાનની બાજુમાં આવેલ જાહેર બજારમાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે કેટલાક ઈસમો પૈસા પાના વડે તીન પતી નામનો હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂા.૧૫,૪૬૦  તથા મોબાઇલ ફોન નંગ-૫, કિ.રૂા.૩૦,૦૦૦તથા મો.સા. નંગ.૦૧, કિ.રૂ.૩૦,૦૦૦ તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦એમ કુલ કિ.રૂા.૭૫,૪૬૦ નો મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ પાંચેય ઈસમો વિરૂધ્ધ બાબરા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય   નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. અમરેલીનાં પો.સ.ઇ.એમ.એ.મોરી  તથા એસ.ઓ.જી.ટીમ ને જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts