fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતે કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે

ટેસ્ટ કરાવવા ઈચ્છુક નાગરિકોએ સવારે ૯ થી બપોરના ૦૩ વાગ્યા સુધીમાં આવવાનું રહેશે

અમરેલી નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રીનાં હેલ્થ વિભાગ દ્વારા કોવિડ-૧૯નાં રેપીડ ટેસ્ટ માટે મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલને બદલે હવે નાગનાથ મંદિર સામે અમરેલી નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતે ટેસ્ટ કરાવવા ઈચ્છુક નાગરિકોએ આવવાનું રહેશે. આ રેપીડ ટેસ્ટ કરાવવા માટેનો સમય સવારે ૯ કલાક થી બપોરના ૦૩ વાગ્યા સુધીનો રહેશે.

જાહેર રજા અને રવિવારના દિવસે પણ આ સ્થળે કોરોના રેપીડ ટેસ્ટ વિનામુલ્યે કરાવી શકશે અને જરૂરી માર્ગદર્શન, જરૂરિયાત મુજબની દવા સ્થળ પર જ મેળવી શકશે.

Follow Me:

Related Posts