fbpx
અમરેલી

લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામેથી જુગાર રમતા ૧૦ (દશ) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂા.૨૯,૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક  ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા તા.૨૧/૮/૨૦૨૦ થી તા.૩૧/૮/૨૦૨૦ સુઘી પ્રોહી. જુગાર અંગેની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંઘાને અમરેલી પોલીસ અધિક્ષક  નિર્લિપ્‍ત રાય  નાઓ જીલ્‍લામાંથી જુગારની બદીને સદંત્તર દુર કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ તા.૨૧/૦૮/૨૦૨૦ નાં લાઠી પો.સ્ટે., વિસ્તારમાં પ્રોહી.-જુગાર અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામનાં પ્રદિપભાઇ ઉર્ફે પદુ વિઠ્ઠલભાઇ સોજીત્રા નાં રહેણાંક નાં ડેલા પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે કેટલાક ઈસમો પૈસા પાના વડે તીન પતી નામનો હાર-જીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા દશ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
મહેશભાઇ લાલજીભાઇ બુહા, ઉવ.-૪૪, ઘઘો-મજુરી, રહે. હરસુરપુર દેવળીયા, જુનુગામ તા.લાઠી જી.અમરેલી.
ભગવાનભાઇ ઉર્ફે ભગાભાઇ રણઠોડભાઇ રાઠોડ, ઉવ.૪૦, ધંધો.મજુરી,
નટુભાઇ રણછોડભાઇ રાઠોડ, ઉવ.૩૫, ધંધો.રીક્ષા ચલાવવાનો
જતીનભાઇ ભરતભાઇ દસુકવાડીયા,  ઉવ.-૨૦, ઘંઘો-ખેતી
ભુપતભાઇ શંભુભાઇ ડાભી, ઉવ.-૪૮, ઘંઘો-રીક્ષા ચલાવવાનો
કાળુભાઇ વલ્લભભાઇ ઘરજીયા,  ઉવ.-૩૫, ઘંઘો-ખેતી
વિશાલભાઇ રાજુભાઇ માંડલીયા,  ઉવ.-૨૫, ઘંઘો-ખેતી
ગોરઘનભાઇ રણછોડભાઇ રાઠોડ, ઉવ.-૫૨, ઘંઘો-મજુરી
જયંતી ઉર્ફે ટકો નાનજીભાઇ ભીમાણી, ઉવ.-૩૫, ઘંઘો-ખેતી
ભરતભાઇ વલ્લભભાઇ ઘરજીયા, ઉવ.-૪૨, ઘંઘો-ખેતી રહે. તમામ હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જી.અમરેલી
પકડાયેલ મુદામાલ
મજકુર પકડાયેલ દશેય ઇસમો લાઠી તાલુકાનાં હરસુરપુર દેવળીયા ગામનાં પ્રદિપભાઇ ઉર્ફે પદુ વિઠ્ઠલભાઇ સોજીત્રા નાં રહેણાંક નાં ડેલા પાસે શેરીમાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળે કેટલાક ઈસમો પૈસા પાના વડે તીન પતી નામનો હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂા.૧૭,૩૭૦ તથા મોબાઇલ ફોન નંગ-૯, કિ.રૂા.૧૨,૦૦૦ ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦ એમ કુલ કિ.રૂા.૨૯,૩૭૦ નો મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ દશેય ઈસમો વિરૂધ્ધ લાઠી પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય  નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. અમરેલીનાં પો.સ.ઇ એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ ને જુગાર રમતા દશ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts