fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની હેરા-ફેરી કરતા બોટલ નંગ-૧૨, તથા મોબાઇલ ફોન મો.સા. સહીત કુલ કિ.રૂા.૫૭,૬૯૦મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા તા.૨૧/૮/૨૦૨૦ થી તા.૩૧/૮/૨૦૨૦ સુઘી પ્રોહી.-જુગાર અંગેની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય, જે અનુસંઘાને અમરેલી પોલીસ અધિક્ષક  નિર્લિપ્‍ત રાય  નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદીને સદંત્તર દુર કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.  એમ.એ. મોરી તથા એસ.ઓ.જી. ટીમ આજરોજ તા.૨૧/૦૮/૨૦૨૦ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાં પ્રોહી.-જુગાર અંગેની સ્પેશ્યલ ડ્રાઈવ અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાઢડા ગામ બાદ, મહુવા  રાજુલા જતા રોડ વાળી ચોકડીએ પહોંચતા ખાનગીરાહે બાતમી મળેલ કે, રાજુલા તરફથી બે ઇસમો  એક મોટર સાયકલમાં વચ્ચેના ભાગે એક કાળા કલરનો રેકઝીનનો થેલો રાખી શંકાસ્પદ હાલતમાં આવતા હોય મળેલ બાતમી વાળુ વાહન પસાર થતા જેને રોકી ગાડીમાં વચ્ચેના ભાગે રહેલ એક કાળા કલરનો રેકઝીનનો થેલો હોય જે ખોલી ચેક કરતા તેમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની કાચની બોટલો નંગ-૧૨, કિ.રૂા.૬,૨૪૦નાં મુદ્દામાલ સાથે બે ઈસાને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી
દિલીપભાઇ ઉકાભાઇ મેસુરીયા ઉ.વ. ૨૪ ધંધો. ખેતી રહે.અભરામપરા તા.સાવરકુંડલા જી.અમરેલી.
ધર્મેશભાઇ જેન્તીભાઇ ચૌહાણ ઉ.વ. ૩૨ ધંધો. હીરા ઘસવાનો રહે.હાલ-સુરત, કામરેજ, પાસોદરા, ઓમ ટાઉન શીપ વી-૩, એ-૬૧-૧૦૧ મુળ રહે.સાવરકુંડલા, દેવળાગેઇટ, પીપળાવાળી શેરી તા.સા.કુ.,જી.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ
ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ ROYAL CHALLENGE કંપનીની finest premium WHISKY ની કંપની રીંગ પેક કાચની બોટલ નંગ-૧૨, કિ.રૂા.૬,૨૪૦ તથા એક HERO કંપનીનું મોટર સાયકલ Splender+ કી.રૂા.૨૫,૦૦૦ તથા એક રેકઝીનનો થેલો કિ.રૂા.૪૫૦ તથા એક મોબાઇલ ફોન કિ.રૂા.૫,૦૦૦ તથા દારૂ વેંચાણનાં રોકડા રૂપીયા ૨૧,૦૦૦ મળી કુલ કિ.રૂા.૫૭,૬૯૦ ના મુદામાલ સાથે મળી આવતા પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ વઘુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય  નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ.,એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ દ્રારા બે ઇસમોને ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂની હેરા-ફેરી કરતા બોટલ નંગ-૧૨, કિ.રૂા.૬,૨૪૦/- તથા અન્ય મુ્દ્દામાલ મળી કુલ કિ.રૂા.૫૭,૬૯૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા સફળતા મળેલ છે

Follow Me:

Related Posts