fbpx
અમરેલી

દામનગર શહેર ના થી પસાર થતા સ્ટેટ ના માર્ગ રિપેરીગ માટે પાલિકા પ્રમુખ નારોલા અને તાલુકા પંચયત પ્રમુખ ની જાત સમીક્ષા બાદ ધારાસભ્ય ઠુંમર દ્વારા આર એન્ડ બી ને વિગતે રજુઆત

દામનગર શહેર માંથી પસાર થતા સ્ટેટ ના માર્ગ ને રિપેરીગ કરવા પાલિકા પમુખ ગોબરભાઈ નારોલા અને તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી બાબરા ના ધારાસભ્ય ને લેખિત રજુઆત થી ધારાસભ્ય  વિરજીભાઈ ઠુંમર દ્વારા સ્ટેટ ના કાર્યપાલક ઈજનેર ને તા૨૧/૮ ના રોજ લેખિત પત્ર પાઠવી દામનગર શહેર ની ગારીયાધાર ચોકડી અજમેરા હેલ્થ સેન્ટર થી દોઢ કિમિ ભુરખિયા રોડ ચોકડી પી જી વી સી એલ કચેરી સુધી નો માર્ગ ત્વરિત રીપેર કરવા આર એન્ડ બી ને રજુઆત કરાય છે આ રસ્તો દામનગર શહેરી વિસ્તાર માંથી પસાર થતો હોય રોડ ની એકદમ ખરાબ હાલત માટે પાલિકા પ્રમુખ નારોલા અને તાલુકા પંચાયત પ્રમુખ લાઠી જનકભાઈ તળાવીયા દ્વારા આ દોઢ કિમિ ના રસ્તા ની જાત માહતી માટે સ્થળ વિઝીટ કરી રોડ રસ્તા ની ફોટો અને વીડિયો ગ્રાફી સાથે સ્ટેટ ની આર એન્ડ બી કચેરી ના કાર્યપાલક ઈજનેર ને રોડ રિપેરીગ માટે રજુઆત કરી હતી

Follow Me:

Related Posts