fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા પંચાયતનાં નવા મકાનમાં ત્રીજા માળે ગાબડા પડવાનું શરૂ થતાં રોષ

બાંધકામનાં નિયમોનો ઉલાળીયો થયો હોય તપાસ જરૂરી  કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ નવનિર્મિત મકાનમાં ગાબડા  અમરેલી જિલ્‍લા પંચાયતનું નવું મકાન કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્‍યું છે અને થોડા દિવસો પહેલા જ તેનું લોકાર્પણ મુખ્‍યમંત્રીએ કર્યું છે. તે મકાનના ત્રીજા માળે ગાબડા પડવાનું શરૂ થતાં ભ્રષ્‍ટાચાર છાપરે ચડીને પોકારી રહયો હોય તપાસ જરૂરી બની છે. જિલ્‍લા પંચાયતના મકાનના બાંધકામમાં શરૂથી અંત સુધી નિયમોનો ઉલાળીયો થતો હોય ભભઅમરેલી એકસપ્રેસભભમાં પણ વારંવારભ્રષ્‍ટાચાર અંગે અહેવાલો પ્રસિઘ્‍ધ થયા છતાં પણ ભ્રષ્‍ટ બાબુઓએ કમિશનની લ્‍હાયમાં કોઈ તપાસ ન કરતા અંતે હવે ભ્રષ્‍ટાચાર સામે આવ્‍યો હોય તપાસ થવી જરૂરી બની છે.

Follow Me:

Related Posts