અમરેલી જિલ્લામાં આજથી ઘરે ઘરે ગણપતી ઉત્સવની ઉજવણી શરૂ
કોરોનાની મહામારીમાં જાહેરમાં મનાઇ હોવાથી અમરેલી જિલ્લામાં આજથી ઘરે ઘરે ગણપતી ઉત્સવની ઉજવણી શરૂ અમરેલી જિલ્લામાં આજથી આસ્થા અને ઉત્સાહભેર ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહયો છે. કોરોનાની મહામારીને કારણે જાહેર ઉત્સવોની મનાઇ હોવાથી ધાર્મિકજનો દ્વારા ઘરે-ઘરે ગણપતિની સ્થાપના કરીને પૂજન-અર્ચન કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક દાયકાથી ગણેશોત્સવની ઉજવણી શહેરો ઉપરાંત અંતરિયાળ ગામો સુધી થઇ રહી છે અને 10 દિવસ સુધી ભકિતના ઘોડાપુર ઉમટતા હોય છે. પરંતુ, કાળમુખા કોરોનાએ વિવિધ ઉત્સવોની ઝાંખપ ઓછી કરી કરી નાખી હોવા છતાંપણ ગણપતી ભકતો પણ કોરોનાની મહામારી વચ્ચે ગણપતી પુજન કરવાનું ચુકવાના નથી. જાહેર ઉત્સવ ભલે બંધ હોય ઘરે-ઘરે ગણપતીની માટીની મૂર્તિનું સ્થાપન કરવાની તૈયારી શરૂ થઇ ચુકી છે.
Recent Comments