fbpx
અમરેલી

બાબરા તાલુકામાં અતિવૃષ્ટિના ખેડૂતોના મહામૂલી પાકને વ્યાપક નુકસાન : ધારાસભ્ય ઠુંમર દ્વારા સહાય ચુકવવા રાજ્યના કૃષિમંત્રીને રજુઆત કરી

બાબરા તાલુકામાં સતત વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને પૂરતી સહાય કરવા બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના કૃષિમંત્રી આર સી ફળદુ ને પત્ર પાઠવી રજુઆત કરેલ છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું છે કે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદના કારણે ખેડૂતોના પાક મગ અડદ તલ ને મોટું નુકસાન થયું છે તેમજ મગફળી અને કપાસના પાકને નુકસાન થવા લાગ્યું છે જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે ત્યારે રાજ્ય સરકારની ફરજ બને છે ખેડૂતોને પૂરતી સહાય કરવામાં આવે
કારણ કે મોંઘું બિયારણ ખરીદી કરી આકરી મહેનત કરી પાક પકવતા ખેડૂતોના પાક વરસાદના કારણે નુકસાન થતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે
ત્યારે રાજ્ય સરકાર દ્વારા સત્વરે સર્વે કરાવી ખેડૂતોને જરૂરી સહાય કરવા જણાવ્યું હતું

Follow Me:

Related Posts