fbpx
અમરેલી

છેલ્લાં આઠ મહિનાથી અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અને ભોગ બનનાર શોધી કાઢતી રાજુલા પોલીસ

મ્હે. પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓ દ્રારા તા.૨૧/૦૮/૨૦૨૦ થી તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીની ૦ થી ૧૮ વયના ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનારને શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે
નિર્લિપ્ત રાય  પોલીસ અધિક્ષક  અમરેલી નાઓએ ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગ બનનાર તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે  કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સા.કુંડલા વિભાગ- સાવરકુંડલા નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સપેક્ટર આર. એમ. ઝાલા  તથા એ.એસ.આઇ. મનુભાઈ મેગળ તથા પો. કોન્સ. યુવરાજસિંહ વાળા તથા પો. કોન્સ. અનકભાઈ ભુકણ તથા પો.કોન્સ. સુરેશભાઈ મેર  તથા મહિલા પો.કોન્સ. પ્રિયંકાબેન જાની  એ રીતેનાઓ દ્રારા રાજુલા પો.સ્ટે. ભાગ એ. ગુ.ર.નં. ૦૦૭૫/૨૦૨૦ IPC કલમ- ૩૬૩,૩૬૬ તથા પોકસો કલમ.૧૮ વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં છેલ્લાં આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે શોધી કાઢેલ.
ગુન્હાની વિગત:- આ કામે ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપીએ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ.
પકડાયેલ આરોપી:-
ધરમશી ઉર્ફે ધર્મેશ દાનાભાઈ બારૈયા (કોળી) ઉ.વ.-૨૦ ધંધો-મજુરી રહે. દયાળ, તા. મહુવા  જી.ભાવનગર વાળાને આજરોજ તા.૨૨/૦૮/૨૦૨૦ ના રોજ પકડી પાડી આગળની તપાસ હાથ ધરેલ છે.

Follow Me:

Related Posts