fbpx
અમરેલી

રાજુલા શહેર એક ઘટના જે સમગ્ર શહેર માટે તો દાખલા રૂપી બનેલ છે સામાન્ય માણસ જ્યારે આવી ઉદારતા બતાવે ત્યારે આવા વ્યક્તિ ને વંદન કરવા પડે

રાજુલા માં માનવતાની મહેક નાના માણસ ની મોટી ઉદારતા  આજે રાજુલા શહેર  એક ઘટના જે સમગ્ર શહેર માટે તો દાખલા રૂપી બનેલ છે  સામાન્ય માણસ જ્યારે આવી ઉદારતા બતાવે ત્યારે આવા વ્યક્તિ ને વંદન કરવા પડે આજના સમય માં આપણે કોઈને દુકાન કે મકાન જ્યારે ભાડે આપીએ છીએ ત્યારે ખાલી કરાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અથવા તો તેને રૂપિયા આપીને ખાલી કરાવવું પડે છે ત્યાંરે રાજુલા શહેરમાં આવેલી ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટની આ ઘટના સમગ્ર સમાજ માટે એક દાખલારૂપ બનશે આ હવેલીની ટ્રસ્ટ ની માલિકીની રૂમમાં ભાડુઆત તરીકે કુંભાર કાનજીભાઈ કલ્યાણભાઈ ભાડે રહેતા હતા તેમના અવસાન બાદ તેમના વારસદારો મા તેમના પુત્રવધુ મંજુલાબેન તથા પૌત્ર જીતેન્દ્રભાઈ લાલજીભાઈ  રહેતા હતા તેઓએ પોતાનું મકાન ઘરનું બનાવતા પોતાની રાજીખુશીથી પોતાના કબજાવાળી આ ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટની રૂમ પોતાના કબજાવાળી રૂમ કોઈપણ પ્રકાર ના વળતર કે અપેક્ષા વગર આજે આ હવેલીના ટ્રસ્ટીઓને કબજો સોંપી આપેલ છે ત્યારે શ્રી મંજુલાબેન તથા જીતેન્દ્ર ભાઇ નું રાજુલા હવેલી ના ટ્રસ્ટીઓએ તેમનું સન્માન કરેલ તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત ડોક્ટર રાજેન્દ્ર ભાઈ જાની અને મીરાબેન નું પણ સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે હવેલીના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરોએ હાજરી આપેલ હતી આ રીતે કોઈપણ જાતના વળતર વગર કબજો સોંપી આપેલ ત્યાંરે આ પરિવાર પાસેથી આવી પ્રેરણા લેવા જેવી ખરી  ત્યારે તેમના સન્માન સમયે હૃદય દારક દ્રશ્યો આ સર્જાયેલ અને આ સમયે ટ્રસ્ટીઓની આંખોમાં પણ આસું ભરાઈ આવેલ

Follow Me:

Related Posts